1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો
કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો

કર્ણાટકમાં નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દીકરી રમાણી કુમકુમે સિલ્વર મેડલ જીત્યો

0
Social Share

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ. માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -18માં 5.49 મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો છે.

રામાણી કુમકુમ હાલમાં ધોરણ 11માં હિંમતનગરની હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. આ દીકરીએ અગાઉ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ.ટી. ગુવાહાટી ખાતે અંડર -16માં  5.56 મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પિતા ભરતભાઇ રામાણી ખેડૂત અને માતા ગૃહિણી છે. કુમકુમ રમત તાલીમ અગાઉ  ડી.એલ.એસ.એસ.

જામનગર ખાતે મેળવી વધુ તાલીમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે તાલીમબધ્ધ થઈ બે વાર નેશનલ લેવલે સાબરકાંઠા હિંમતનગરનું ગૌરવ વધાર્યું છે. તે ખુબ જ મહેનતુ અને સમર્પિત ખેલાડી છે. જેને  સખત પરિશ્રમ થકી રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓના નામ રોશન કર્યું છે.

રાજ્યના ખેલાડી રમત ગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથો. ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોના નિર્માણ કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code