1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સામાજિક પરિવર્તનના પાંચ આયામો પર સંઘ કામ કરશેઃ પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ
સામાજિક પરિવર્તનના પાંચ આયામો પર સંઘ કામ કરશેઃ પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ

સામાજિક પરિવર્તનના પાંચ આયામો પર સંઘ કામ કરશેઃ પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ

0
Social Share

અમદાવાદઃ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમાલખા – પાણીપત હરિયાણા ખાતે ગત તા 12 થી 14  માર્ચ  2023  દરમિયાન સરસંઘચાલક  મોહન ભાગવતના સાનિધ્યમાં યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે તેમજ તમામ છ સહ સરકાર્યવાહ સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ ભારતીય પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા

ગુજરાત પ્રાંતના સંઘચાલક ડો. ભરત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે,  હરિયાણાના પાણીપત ખાતે આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ સરસંઘચાલક મોહન ભાગવતજી દ્વારા ભારતમાતાને પુષ્પાંજલી સમેત દિપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ સમાજ જીવન સહિત અન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામને મૌન પાળી શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. જેમાં  પૂ. સ્વ. રતિનાથજી મહારાજ, એરમાર્શલ સ્વ હરજીત સિંહ અરોરા, ગાયિકા સ્વ. વાણી જયરામ, સ્વ. મુલાયમ સિંહ યાદવ, સ્વ.શરદ યાદવ સહિત અનેક નામોમાં ગુજરાત ના સ્વ. ઇલાબેન ભટ્ટ , સ્વ.યોગેન્દ્ર અલધ, સાહિત્યકાર સ્વ. મોહમ્મદ માંકડ, સ્વ. બાલકૃષ્ણ દોષી , સ્વ.હીરાબા મોદી, સ્વ. હરેશ ભટ્ટ ને  પ્રતિનિધિ સભામાં શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક પરિવર્તનના પાંચ આયામો પર સંઘ કામ કરશે. ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ જિલ્લામાં “લક્ષ્ય વેધ 5124 ” નામે એક કાર્યક્રમ 15 જાન્યુઆરી 2023 ના રોજ કાર્યવિસ્તાર ના ઉદ્દેશ સાથે યોજાયો  હતો. જેમાં 8 તાલુકા અને 1 નગરીય વિસ્તાર સહિત સંઘની રચના પ્રમાણે 58 મંડલ અને 5 વસ્તીના કુલ 418 ગામ પરથી 5192 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.  સંઘની ભૌગોલિક રચનામાં મંડલ અને વસ્તી અંતિમ એકાઈ ગણાય છે . આ કાર્યક્રમમાં થરાદ જિલ્લાના બધા જ મંડલો અને વસ્તીમાંથી સ્વયંસેવકોની ઉપસ્થિતિ રહી. થરાદ જિલ્લાના કાર્ય વિસ્તારના આ લક્ષ્યવેધ ની નોંધ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સહર્ષ લેવામાં આવી હતી. ત્યાર બાદ  સરકાર્યવાહજી એ પ્રતિવેદન રજૂ કર્યું. એ પછી સંઘના કાર્ય વિભાગો અને વિવિધ સંગઠનો ના પ્રતિવેદનો થયા. એની વચ્ચે પ્રતિનિધિ સભાએ “સ્વ આધારિત રાષ્ટ્ર ના નવોત્થાન નો સંકલ્પ લઈએ” એ વિષયે ચર્ચા બાદ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો. શાખાઓ સમાજ ઉપયોગી કાર્ય નાના મોટા સ્તરે કરતી હોય છે.આવી કેટલીક શાખાઓ એ કરેલા કાર્યો નું વૃત રજૂ કર્યું હતુ.

બેઠકના અંતિમ દિવસે પ્રતિનિધિ સભામાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે એ આર્થ સમાજ નાં સ્થાપક પ પૂ દયાનંદ સરસ્વતી નું 200 મું જન્મવર્ષ , ભગવાન મહાવીર સ્વામી નું  2550 મું નિર્વાણ વર્ષ , તેમજ શિવાજી ના રાજ્યાભિષેક ને આગામી. ૨. જૂન 2023 ના રોજ ૩50 પુરા થઇ રહ્યાં છે ઍ નિમિતે એ ત્રણ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા હતા. સંધ કાર્ય દેશભરમાં વિસ્તાર થયો છે, તેની આંકડા માહિતી નીચે પ્રમાણે છે.

અખિલ ભારતીય વૃત

         2022                2023                વૃદ્ધિ

સ્થાન                      37903              42613              4710

શાખા                     60117              68651              8534

સાપ્તાહિક મિલન     20826              26877              6051

સંઘ મંડળી              7980                10412              2492

 

જેમ દેશભરમાં કાર્ય વધ્યું છે એ જ રીતે ગુજરાત પ્રાંતમાં પણ કામ વધ્યું છે. કેટલાક આંકડા અહીં પ્રસ્તુત છે.

 2022                2023                વૃદ્ધિ

સ્થાન                       576                  706                  130

શાખા                     1334                1671                337

સાપ્તાહિક મિલન     338                  1182                844

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code