
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 3,32,4654 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટ રાજ્યનું સૌથી વધારે હોવાનું મનાય રહ્યું છે. આ ઉપરાંત 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકાર વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધો-9 અને 10ની વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક રુ. 10 હજારની અને ધો-11 અને 12ની વિદ્યાર્થીઓ માટે રૂ. 15 હજારની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત સગર્ભા, ધાત્રી મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના માટે રૂ. 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પોષણલક્ષી યોજના માટે રૂ. 5500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ માટે રૂ. 55114 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહીં સગર્ભા મહિલાઓને રૂ. 12 હજારની સહાય કરવામાં આવશે. આદિવાસી વિકાસ વિભાગ માટે 4374 કરોડ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2659 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 68885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે.
બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ.10,378 કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડ, કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડ, મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડ અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજુ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જમાવ્યું હતું કે, 5જી ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે. ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશિલ અને ગ્રીન ગુજરાતનો સરકારનો સંકલ્પ છે. રાજ્યના મોટાભાગના નાગરિકો 20થી 60 વર્ષની આયું છે. તેમના માટે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો છે અને આગામી દિવસો વધારે રોજગારી ઉભી કરવામાં આવ્યો છે. ખેડૂતોનું ઉત્પાદન સતત વધે તે માટે સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.