1. Home
  2. revoinews
  3. LPG માટે ગુજરાત સરકારની પહેલઃ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર
LPG માટે ગુજરાત સરકારની પહેલઃ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર

LPG માટે ગુજરાત સરકારની પહેલઃ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર

0
Social Share

ગાંધીનગર, 20 માર્ચ, 2026: ગુજરાતમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે. ગેસ એન્જસીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકોને મોબાઇલના એક ક્લિકથી જ સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. LPG બુકિંગ અને રિફીલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ્લિકેશન અને કંપનીના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે.

આ પણ વાંચોઃ પાણીમાંથી હાઈડ્રોજન પેદા કરીને રાંધણ ગેસ બનાવવાની ક્રાંતિકારી શોધ, જુઓ VIDEO

બુકિંગ માટેની સુવિધાઓ

IOCLના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા LPG બુકિંગ માટે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. બુકિંગ બાદ સરળતાથી સિલિન્ડરની હોમ ડિલીવરી થઇ જશે.

વોટ્સએપ માટે: 7588888824
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 8454955555
SMS / IVRS બુકિંગ માટે: 7718955555
મોબાઇલ એપ: IndianOil ONE
ઓનલાઇન પોર્ટલ: https://cx.indianoil.in

HP ગેસની બુકિંગ માટે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ છે:
વોટ્સએપ માટે: 9222201122
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 9493602222
SMS / IVRS બુકિંગ માટે: 8888823456
મોબાઇલ એપ: HP PAY
ઓનલાઇન પોર્ટલ: https://myhpgas.in

*ભારતગેસ દ્વારા સરળ બુકિંગ સુવિધાઓ
વોટ્સએપ માટે : 1800224344
રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 7710955555
SMS / IVRS બુકિંગ માટે: 7715012345
મોબાઇલ એપ: HelloBPCL
ઓનલાઇન પોર્ટલ: my.ebharatgas.com

તે સિવાય પાર્ટનર વોલેટ અને બેન્કિંગ એપની મદદથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ગેસની બુકિંગ કરી શકાય છે. આ તમામ બુકિંગમાં સુવ્યવસ્થિત ડિજિટલ પ્રણાલીને અનુસરવામાં આવે છે અને SMS દ્વારા ગ્રાહકને કન્ફર્મેશન મોકલવામાં આવે છે. ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતા સાથે ડિલીવરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો હોવાથી નાગરિકોને સરળતાથી ઘર બેઠા જ ડિલીવરી સુનિશ્વિત કરવામાં આવી રહી છે.

Gujarat government's initiative for LPG
Gujarat government’s initiative for LPG

LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય.

LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222

રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સત્તાવાર રીતે સચોટ માહિતી મળતી રહે.

Gujarat government's initiative for LPG
Gujarat government’s initiative for LPG
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code