1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છના 15 જિલ્લામાં લીમડાના વન ઉભા કરાશે
ગુજરાતઃ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છના 15 જિલ્લામાં લીમડાના વન ઉભા કરાશે

ગુજરાતઃ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છના 15 જિલ્લામાં લીમડાના વન ઉભા કરાશે

0

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો રસાયણ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરતા થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન લીમડાના તેલના પટવાળુ યુરિયા બનાવવા માટે રાજ્યના લગભગ 15 જિલ્લામાં લીમડા વન બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં લીમડા વન ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં લીમડાના તેલના પટવાળું યુરિયા બનાવવા લીંબોળી એકત્રીકરણથી નીમ ઓઇલ લીમડા તેલ બનાવવાનો સફળ પ્રયોગ 2015 થી નીમ પ્રોજેક્ટ અન્વયે હાથ ધર્યો છે. રાજ્યની ગ્રામીણ મહિલાશક્તિ તથા નાના-સિમાંત ખેડૂતો અને ખેતમજૂરો લાખો લીમડાના વૃક્ષોની લીંબોળી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. GNFC નીમ પ્રોજેક્ટ અંતર્ગત નીમ કોટેડ યુરિયા ઉપરાંત અન્ય હોમ અને હેલ્થકેર નીમ પ્રોડકટ્સનું પણ ઉત્પાદન કરે છે. આવી નીમ પ્રોડકટનું મહિલા સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરીને ગ્રામીણ નારી શક્તિના આર્થિક સશક્તિકરણ હેતુસર GNFC અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લિ. GLPC વચ્ચે તાજેતરમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા હતા. જે અનુસાર રાજ્યમાં લીમડાના વૃક્ષોની વધુ સંખ્યા ધરાવતા કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અંદાજે 15 જિલ્લાઓમાં તાલુકા સ્તરે ‘લીમડા વન’ બનાવશે. એટલું જ નહિ, લીંબોળી એકત્રીકરણ, ખરીદ વ્યવસ્થા તથા GNFC ની સાબુ,  શેમ્પુ,  હેન્ડવોશ,  સેનિટાઇઝર જેવી ગૃહ ઉપયોગી વસ્તુઓનું સ્વસહાય જૂથો દ્વારા વેચાણ પણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.