Site icon Revoi.in

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને 3 મહિનાનું એક્સ્ટેન્શન, 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે

Social Share

ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ, ગુજરાત પોલીસ ભવનમાં તેની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી, અને આઈપીએસ અધિકારીઓ પણ પોલીસ ભવન પહોંચી ગયા હતા. મંડપ પણ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. સાંજ સુધી રાહ જોવડાવ્યા બાદ સરકાર વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાયુ હતુ. જોકે સાંજના 6 વાગ્યા સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આજે 30મી જુને વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા હતા. ડીજીપી સહાયના વિદાય સમારોહ માટે પોલીસ ભવનમાં તૈયારીઓ કરી દેવામાં આવી હતી, બીજીબાજુ  નવા ડીજીપી કોણ એની પર અટકળો ચાલી રહી હતી, પણ સહાયને  હાલ  ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય 30 સપ્ટેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. જોકે સાંજ સુધી સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હાલના કાર્યરત ડીજીપી વિકાસ સહાયે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઈન મનાતા હતા. રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય, એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટિંગમાં ગાળ્યો હતો, જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી હતી. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા બાદ તેમનો ચાન્સ લાગ્યો હતો, કેમકે તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. જોકે છેલ્લે તેમના કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઇડી ક્રાઇમમાં તપાસ ચર્ચાનો વિષય બની હતી, જોકે એસએમસીની કાર્યવાહી દરમિયાન તેમને સ્થાનિક પોલીસથી લઇ ‘ચોક્કસ પ્રવૃત્તિમાં જોડાયેલા’ પોલીસકર્મીઓ સામે કડકાઇથી કાર્ય ન કર્યું અને એના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે.

ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. બીજીબાજુ પોલીસ વિભાગે તેમની વિદાયની તૈયારીઓ શરુ કરી દીધી હતી ત્યારે ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળ્યુ હોવાનું કહેવાય છે.

Exit mobile version