1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી
ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી

ગુજરાત પોલીસે ફરી એકવાર આતંકવાદી ઈરાદાઓનો પર્દાફાશ કર્યોઃ હર્ષ સંઘવી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને પોલીસની ટીમોએ આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ચાર કથિત આતંકવાદીઓને ઝડપી લીધા છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ એટીએસ અને ગુજરાત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોલીસની કામગીરીની વખાણ કરીને આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે ભૂતકાળમાં આતંકવાદીઓની મેલી મુરાદનો પર્દાફાશ કર્યો છે. દેશમાં આતંકવાદને નાથવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યની પોલીસે એક મહત્વનું મોડ્યુઅલ પકડ્યું છે. સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. પોલીસ સતર્ક પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ત્રણ શ્રીનગરના આતંકવાદી અને એક સુરતની મહિલાની ધરપકડ કરાઈ છે. આ પ્રકરણમાં શ્રીનગરના ઝુબેર અહેમદ મુનશીની સંડોવણી સામે આવી છે. તેને પણ ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે. આતંકવાદીઓ પાસેથી મોબાઈલ તથા અન્ય ઉપકરણો મળી આવ્યાં છે. જેની તપાસમાં આઈએસઆઈએસ સાથે સંડોવણીના પુરાવા મળ્યાં છે. આરોપીઓ પોરબંદરથી દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન અને ત્યાંથી ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે.

DGP વિકાસ સહાયે જણાવ્યું કે, ISISના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ ISKP છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે.  આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code