1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત ભાજપનો ગઢ હોવાનું ફરીથી સાબિત થયું : સીએમ રૂપાણી

ગુજરાત ભાજપનો ગઢ હોવાનું ફરીથી સાબિત થયું : સીએમ રૂપાણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપની જીત થઈ છે અને તમામ કોર્પોરેશનમાં ફરી ભાજપએ ફરી સત્તા હાસંલ કરી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના ટોચના નેતાઓએ પ્રજાનો આભાર માનીને કાર્યકરોને શુભકામનાઓ પાઠવી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભાજપનો ગઢ હોવાનું ફરી સાબિત કરી બતાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે,  ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.

મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ટ્વીટ કરી લખ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તે બદલ વિજયી થનાર સર્વ ઉમેદવારો, ભાજપના સર્વ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગુજરાતના સર્વ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ મૂકેલા વિશ્વાસ બદલ સર્વને નતમસ્તક છું. આપનાં વિશ્વાસનું ભારતીય જનતા પાર્ટી જતન કરશે એની હું ખાતરી આપું છું. ગ્રામ્ય વિસ્તારો-નગરો-મહાનગરો અને સમગ્ર ગુજરાતનાં વિકાસ માટે સૌ કાર્યકર્તાઓ સખત પરિશ્રમ કરતા હતા, કરે છે અને કરતા રહેશે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code