Site icon Revoi.in

ગુજરાતઃ બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડક પગલાં લેવા લેવાશે

Social Share

ગાંધીનગરઃ બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા લેવાશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે રાજયના કલેકટરોની કલેકટર કોન્ફરન્સ યોજાઇ હતી.. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં કુદરતી આપદા સમયે પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપથી જરુરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના હાઇકોર્ટમાં પડતર ઓગણત્રીસ હજારથી વધુ કેસો મળીને કુલ સાડત્રીસ હજાર જેટલા કેસોનો ઝડપી નિકાલ માટે એકશન પ્લાન બનાવવાનું પણ બેઠકમાં ઠરાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ખનનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ બ્રિજનની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે ખનનને પગલે દૂર્ઘટનાના જોખમ વધી જાય છે. જેથી દૂર્ઘટના ન સર્જાય તે હેતુથી આવી પ્રવૃતિઓને અટકાવવા માટે માંગણી ઉઠી છે.