
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં 1500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. હમાસના હુમલાની તીવ્રતાને જોઈને સ્પષ્ટ થાય છે કે, હમાસે સુનિયોજીત અને ગુપ્ત રીતે આ હુમલાની યોજના બનાવી હતી. હમાસે પ્રથમ પોતાના નિયંત્રણવાળા ગાઝા પટ્ટીના વિસ્તારમાં એક નકલી ઈઝરાયલી વિસ્તાર વસાવી હતી. તેમજ પોતાના આતંકવાદીઓને સૈન્ય લેન્ડિંગ અને હુમલાની તાલીમ આપીને યુદ્ધાભ્યાસનો વીડિયો પણ બનાવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાપ પેલેસ્ટીની આતંકવાદી ગ્રુપ હમાસે પોતાના આતંકવાદીઓને તાલીમ આપવાની સાથે ગાઝા પટ્ટી ખાતે અર્થવ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. જેથી ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ હમાસની ચાલ સમજી ના શકી. એટલું જ નહીં હમાસ આતંકવાદીઓને સાદા કપડામાં તાલીમ આપતી હતી. જેથી ઈઝરાયલની એજન્સીઓ અને સેનાને કોઈ શંકા ન થઈ.
શનિવારનો હુમલો વર્ષ 1971માં અરબ સેનાએ કરેલા હુમલા બાદ ઉઝરાયલ ઉપર થયેલો સૌથી મોટો હુમલો હતો. આ હુમલાને અંજામ આપવા માટે હમાસે ઈઝરાયલની એજન્સીઓની આંખોમાં બે વર્ષ સુધી ધુળ નાખી હતી. તેમજ પોતાની યોજનાઓને ગુપ્ત રાખી, તેમજ પોતે યુદ્ધ નહીં ઈચ્છતા હોવાનો દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે તેણે પોતાના કટ્ટર વિરોધીની ટીકા પણ સહન કરી હતી. હમાસ ઉપર આરોપ લાગ્યા હતા કે, હમાસના મોટા નેતાઓ ગાઝાના લોકોને ગરીબીમાં છોડીને અરબ દેશોની હોટલમાં આરામની જીંદગી જીવી રહ્યાં છે. હમાસના છલકપટમાં ઈઝરાયલ પણ ફસાઈ ગયું હતું. તેમજ ગાઝા પટ્ટીમાં રહેનારા શ્રમિકોને પોતાના ત્યાં મજુરીની મંજુરી પણ આપી હતી. આ શ્રમિકોને ગાઝાની સરખામણીએ વધારે મહેનતાણુ પણ આપવામાં આવતું હતું. જો કે, બીજી તરફ હમાસ ગુપ્ત રીતે પોતાના આતંકવાદીઓને પ્રશિક્ષિત કરવાની સાથે હુમલાની તૈયારીઓ કરતું હતું. હમાસની ચાલમાં ફસાયેલા ઈઝરાયલે યહુદીઓના તહેવારોની રજામાં સરહદ ઉપર સુરક્ષા ઉપર કોઈ ખાસ ધ્યાન રાખ્યું ન હતું.