હમાસે આજે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોપ્યાં છે. હમાસે કહ્યું કે, ઇઝરાયલ દ્વારા રખાયેલા એક હજાર 900થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓ માટે 20 જીવિત બંધકોને સોંપ્યા છે. રેડ ક્રોસ આ બંધકોને ઇઝરાયલી સૈન્યને સોંપશે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધવિરામ બાદ બંને તરફના લોકો રાહત અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ઇઝરાયલના તેલ અવીવમાં, હોસ્ટેજ સ્ક્વેર ખાતે બંધકોને મુક્ત કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યે (પૂર્વીય સમય મુજબ રાત્રે 9 વાગ્યે) આ મુક્તિનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ અગાઉ, યહૂદી-અમેરિકન રેપર કોશા ડિલ્ઝે એકઠી થયેલી ભીડનું મનોરંજન કર્યું હતું.
ઇજિપ્તના રાજ્ય સંચાલિત અખબાર અલ-કાહેરા ન્યૂઝના અહેવાલ મુજબ, રફાહ સરહદ ક્રોસિંગની ઇજિપ્તની બાજુએ ડઝનબંધ માનવતાવાદી સહાય ટ્રકો ગાઝા પટ્ટીમાં પ્રવેશવા માટે મંજૂરીની રાહ જોઈને લાઇનમાં ઉભી છે.

