1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે
સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

0
Social Share

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાવામાં આવશે. જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા આરતી, ભવ્ય આતિશબાજી, લાઈટીગ શો તેમજ 23 એપ્રિલના રોજ સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટીગ, છડી પૂજન, અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમાં દર્શાવાશે. આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાશે. આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.

સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code