
હરિયાણા સરકાર ઘર્માતંરણના કેસો અટકાવવા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે લાવી રહી છે સખ્ત કાયદો
- લવ જિહાદ અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે કાયદો
- હરિયાણા સરકારકનું કડક વલણ
- બજેટ સત્રામાંઆ બન્ને કાયદો લવાશે
દિલ્હી – હરિયાણા સરકારે પણ લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે કાયદો લાવવાની તૈયારી કરી છે. હરિયાણાના મંત્રી અનિલ વીજે કહ્યું છે કે લવ જેહાદ સામે હરિયાણાની સરકાર કાયદો લાવવા જઇ રહી છે. અગાઉ આ જ પ્રકારની જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી.
હરિયાણા સરકાર બજેટ સત્રમાં બે કડક કાયદા ઘડવા જઈ રહી છે. પહેલો કાયદો હશે કે જેઓ બળજબરીથી ધર્મ પરિવર્તન કરશે તેમની સામે કડક પગલાં લેવાશે અને વધુમાં વધુ સજા જોગવાઈ કરવામાં આવશે, ત્યારબાદ બીજા કાયદા હેઠળ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.
સરકારે બંને કાયદાઓ માટે ડ્રાફ્ટ બનાવ્યાં છે. ગૃહમાં બંને કાયદા પસાર કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવશે. ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે હરિયાણા સરકાર ઘર્માતંરણના કેસો અટકાવવા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે લાવી રહી છે સખ્ત કાયદો
આ સમગ્ર મામલે મંત્રી વિજે કહ્યું કે આ કાયદો ઉત્તર પ્રદેશ સરકારની તર્જ પર બનાવવામાં આવશે,એવો કાયદા ધડવામાં આવશે કે કાયદો કે જો કોઈ એક રૂપિયાનું પણ જાહેર મિલકતને નુકશાન કરશે તો તેની ભરપાી કરવી પડશે. ઘણી વખત આંદોલન થાય છે તેમાં સરકારી સંપત્તિને નુકાશન કરવામાં આવે તેવી ઘટના વધી રહી છે જેને લઈને સરકાર હવે એક્શનમાં આવી છે.
સાહિન-