1. Home
  2. ગુજરાતી
  3. ભારતના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદને 609 વર્ષ પુરા
ભારતના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદને 609 વર્ષ પુરા

ભારતના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદને 609 વર્ષ પુરા

0
Social Share

અમદાવાદઃ ‘જબ કુતે પે સસ્સા આયા તો અહમદશાહ બાદશાહને શહર બસાયા’ આ લોકવાયકા અમદાવાદવાસીઓને યાદ છે. ત્યારે આજે આ અમદાવાદ શહેરનો જન્મ દિવસ એટલે કે સ્થાપના દિવસ છે. આજે સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદ શહેરને 609 વર્ષ પૂરા થયાં છે. 600થી વધારે વર્ષના આ પ્રવાસમાં અમદાવાદે અનેક ઉતાર-ચડાવ જોયા. એટલું જ નહીં ભારતની આઝાદી માટે અમદાવાદની ભૂમિકા મહત્વની રહીશે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ ભારતમાં આવ્યાં બાદ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવીને સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી. એટલું જ  અમદાવાદ ભારતનું પ્રથમ એવુ શહેર છે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે.

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર વર્ષ 1411માં આજના દિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો. અહેમદશાહના નામ ઉપરથી જ શહેરનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે પણ ભદ્રનો કિલ્લો સહિતની વરાસતને જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અમદાવાદ શહેરની મુલાકાતે આવે છે. શહેરના કોટ વિસ્તારને મૂળ અમદાવાદ કહેવામાં આવે છે. અમદાવાદમાં એક સમયે 100થી વધારે મિલ ધમધમતી હતી. જેથી આ શહેરને માન્ચેસ્ટરની ઉપમા આપવામાં આવી હતી. એટલું જ નહીં તે વખતે મિલમાં નોકરીને સરકારી નોકરી કરતા પણ વધારે મહત્વ આપવામાં આવતું હતું.

સમગ્ર દેશમાં પ્રથમવાર અમદાવાદને જ વર્લ્ડ હેરિટેજ સિટિનો દરજ્જો મળ્યો હતો. 14 જૂલાઈ 2017 ના દિવસે અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજજો આપવામાં આવ્યો હતો.વર્ષ 1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ રાવ બહાદુર રણછોડલાલ બન્યાં હતા. વર્ષ 1887માં અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર માત્ર 5.72 ચોરસ કિલોમીટર હતો. 9 ફેબ્રુઆરી 1924થી 13 એપ્રિલ 1928 સુધી નગરપાલિકાના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સેવા આપી હતી. 1 જુલાઈ 1950માં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી અને ચિનુભાઈ ચિમનલાલ શેઠ પ્રથમ મેયર અને બી.પી.પટેલ પ્રથમ મ્યુનિસિપલ કમિશનર હતા.1951થી 1961માં અમદાવાદનો વિસ્તાર વધીને 92.98 ચોરસ કિલોમીટર થયો હતો. આવી જ રીતે 1971થી 1981માં જે વધીને 98.84 ચોરસ કિલોમીટર થઇ ગયો હતો. વર્ષ 1986માં અમદાવાદનું કુલ ક્ષેત્રફળ વધીને 190.84 ચોરસ કિલોમીટર થયો અને 2008 પછી આ ક્ષેત્રફળ 466 ચોરસ કિલોમીટર થયો છે.

અમદાવાદ શહેરનો છેલ્લા કેટલાક વર્ષોમાં હરણફાળ વિકાસ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટ, મેટ્રો સહિતના પ્રોજેક્ટ હાથ ધરાયાં હતા. એટલું જ નહીં દુનિયાનું સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે. તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું છે. એટલું જ નહીં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આતંરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code