
હવન કરવાથી હવામાં રહેલા રોગ ફેલાવનાર બેક્ટિરિયાનો થાય છે નાશ- પતંજલીનો અમેરિકન જર્નલમાં રિપોર્ટ
- હવન કરવાથી હવાનામ બેક્ટિરીયા નાશ પામે છે
- પતંજલિનો દાવો
- અમેરિકી જર્નલમાં રિપોર્ટ પ્રકાશીત
દિલ્હીઃ- ભારતીય સંસ્કુતિમાં પૂજા પાઠનું ઘાર્મિક સિયાવ સ્વાસ્થ્ય સાથે કેટલુંક મહત્વ જોડાયેલું હોય છે, આ સાથે જ અનેક ઘરોમાં હવન કરવામાં આવે છે ,કહેવાય છે કે હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ઉત્પનન્ થાય છે.ત્યારે હવે પંતજલી દ્રારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હવન દ્વારા રોગ પેદા કરતા જીવાણુઓનો નાશ થાય છે.
પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ. અનુરાગ વાષ્ણેર્યના જણાવ્યા પ્રમાણે, વિષાઘ્ન ધૂપ નામ હવન સામગ્રીના ધુમાડાથી પેથોજેનિક સૂક્ષ્મજીવોની સારવાર કરવામાં આવી હતી. તેમની વૃદ્ધિ પર ધુમાડાની અસરનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસ કરાયેલા પેથોજેન્સમાં તે સુક્ષ્મજીવાણુઓનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે દૂષિત વાતાવરણમાં હાજર હોય છે. તેઓ ત્વચા, ફેફસાં, પેટ અને જનનાંગોને સંક્રણ લગાડે છે. એવું જાણવા મળ્યું હતું કે કઠોર સૂર્યપ્રકાશના સંપર્કમાં પેથોજેન્સનો વિકાસ રોકી દે છે
આ સમગ્ર મામલે પતંજલિ અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ આ વાત સાબિત કરવા માટે દાવો કર્યો છે. આ સંશોધન મુજબ, હવન-યજ્ઞ પર્યાવરણને શુદ્ધ કરવા માટે સલામત અને અનુકૂળ માર્ગ બની શકે છે. આ અભ્યાસ પ્રતિષ્ઠિત યુએસ સાયન્સ જર્નલ જર્નલ ઓફ એવિડન્સ બેઝ્ડ ઈન્ટિગ્રેટિવ મેડિસિનમાં પ્રકાશિત થયો છે.
પતંજલિના સંશોધન અંગે આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે યજ્ઞ-હવન એ પર્યાવરણને શુદ્ધ કરવાની પરંપરાગત રીત છે. જો કે આને લગતો આ પહેલો વૈજ્ઞાનિક પુરાવો છે. તેમણે આ વૈજ્ઞાનિક તારણોને નિયમિત પર્યાવરણીય વિશુદ્ધીકરણ પ્રોટોકોલ તરીકે યજ્ઞ-હવન કરવાની પ્રાચીન ભારતીય દૈનિક પ્રથા સાથે જોડ્યા છે. તે માનસિક શાંતિ ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો આધ્યાત્મિક માર્ગ પણ છે.