Homerevoinewsઅમદાવાદમાં યોજાયો ભવ્ય ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ

અમદાવાદમાં યોજાયો ભવ્ય ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ

  • ભદ્રકાળી મંદિર, ભદ્ર ખાતે “નમસ્તે વર્લ્ડ” અને AMCના સહયોગથી આયોજન થયું

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026 – International Folk Dance and Music Festival અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઉજવણીના ભાગરૂપે “નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા” અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને વિવિધ સંસ્થાઓએ મળીને કાર્યક્રમ “નમસ્તે વર્લ્ડ”નું 2 ફેબ્રુઆરી, સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ અને મ્યુઝિક ફેસ્ટિવલ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં લોકનૃત્ય અને લોકસંગીતનું એક જ મંચ પર પ્રદર્શન જોવા મળ્યું.

Grand International Folk Dance and Music Festival held in Ahmedabad
Grand International Folk Dance and Music Festival held in Ahmedabad

“નમસ્તે વર્લ્ડ – ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ 2026 : એ ગ્લોબલ કલ્ચરલ સેલિબ્રેશન” હતું, જેમાં વિશ્વભરના કલાકારો પોતાની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને રજૂ કરતાં નૃત્યો, સંગીતમય ગાયન તથા પરંપરાગત વેશભૂષાને રજૂ કરી હતી. એકતા અને શાંતિનાં સંદેશને પ્રોત્સાહન આપવા આ વૈશ્વિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Grand International Folk Dance and Music Festival held in Ahmedabad
Grand International Folk Dance and Music Festival held in Ahmedabad

આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ અમદાવાદના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા માતા ભદ્રકાળી મંદિર, ભદ્ર, અમદાવાદ ખાતે યોજાયો હતો. જ્યાં સાંજના સમયે વિશ્વભરની સંસ્કૃતિને સંકલિત કરી એક અનોખો સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.

Grand International Folk Dance and Music Festival held in Ahmedabad
Grand International Folk Dance and Music Festival held in Ahmedabad
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular