Important Storiesગુજરાતી

CM ડેશબોર્ડમાંથી ફોન આવ્યો અને કેન્સરની વિનામૂલ્યે થઈ સારવાર

ગાંધીનગર: CM ડેશ બોર્ડમાંથી કરવામાં આવેલા ફોનથી એક વ્યક્તિનું જીવન મોતના મુખમાંથી બહાર આવી ગયુ છે. સીએમ વિજય રૂપાણીના ડેશબોર્ડના ‘જનસંવાદ કેન્દ્ર’ થકી દેહગામમાં રહેતા જગદીશ ત્રિવેદી કેન્સર જેવી ઘાતક બીમારીમાંથી સ્વસ્થ થઈ ગયા છે.

વાત એવી છે કે જગદીશ ત્રિવેદી તેમના નાના ભાઈ વિષ્ણુ સાથે છાપરાવાળા ઘરમાં રહે છે અને મૂળ આ પરિવારનો વ્યવસાય કર્મકાંડનો છે. બન્ને ભાઈઓ અવિવાહિત હોવાથી તમામ ઘરકામ પણ જાતે જ કરતા આવ્યા છે. બાપ દાદાએ વારસામાં એક ઘર આપ્યું છે પરંતુ છાપરાવાળુ. એ જ પુરવાર કરે છે કે પરિવારની આર્થિક શક્તિ નબળી છે. જગદીશ ત્રિવેદી અગાઉ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના રસોડામાં મજૂરીકામ કરતા હતા. પરંતુ તેમના શરીરમાં નબળાઈ ઘર કરી ગઇ હતી. કોઈના કહેવાથી સિવિલમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમનું લીવર માત્ર ૧૨.૫ ટકા જ કામ કરે છે. પૈસા તો હતા નહીં, એટલે શરીર સાથ આપે કે ના આપે કામ તો કરવું જ પડે. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે 11 બોટલ લોહી ચઢાવ્યું પરંતુ તમામ લોહી ઝાડા વાટે નીકળી ગયુ.

જગદીશ બિલકુલ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. ડોક્ટરે તેમને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપી, પરંતુ એન્ડોસ્કોપી કરાવવાના પણ પૈસા તેમની પાસે નહોતા. તેવામાં એક દિવસ મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને કાર્યરત ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રમાંથી જગદીશને ફોન આવ્યો. તેમને કહેવાયું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર વિભાગમાં જઈને ડોક્ટર શશાંક પંડ્યાને મળો. તમારી તમામ નિદાન-સારવાર વિનામૂલ્યે થઈ જશે.

જગદીશ તેમના ભાઈ વિષ્ણુ સાથે કેન્સર વિભાગમાં ગયા, ડોકટરને મળ્યા તેમની એન્ડોસ્કોપી કરાવી. લીવરની નળીમાં પંચર હતું, તેનું ઓપરેશન કરાયું. ત્યારબાદ ૧૦ બોટલ લોહી ચઢાવ્યું. સમય જતા તેમને સારું થયું.

કેન્સર વિભાગના ડાયરેક્ટર શશાંક પંડ્યા કહે છે કે, ‘સી.એમ ડેશબોર્ડમાંથી સુચના આવી અને જગદીશભાઈનું નિદાન-ઓપરેશન તથા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. સી.એમ. ડેશબોર્ડમાંથી આવા સંખ્યાબંધ કેસોની ભલામણ આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર થાય છે.

જગદીશના ભાઈ વિષ્ણુ ત્રિવેદી કહે છે કે, ‘મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખૂબ સંવેદનશીલ છે. તેમના સંવેદનાસભર નિર્ણયથી મારા ભાઈ જગદીશ આજે તદ્દન સ્વસ્થ બન્યા છે. અમે બંને ભાઈઓ રાજ્ય સરકારના ઋણી છીએ. ગરીબ માણસોની પારાવાર મુશ્કેલીઓ તેઓ સમજે છે એ બહુ મોટી વાત છે. નહીં તો અમારા જેવા ગરીબ માણસોની દરકાર કોણ લે? કોઈ સામે છે ફોન કરી ને કહે કે આ હોસ્પિટલમાં પહોંચી જાઓ તમારું નિદાન સારવાર વિનામૂલ્યે થઈ જશે એવું માની ન શકાય. પણ અમારા કિસ્સામાં આવું બન્યું છે એ પણ એટલું જ સત્ય છે. સલામ છે આવા મુખ્યમંત્રીને’ એમ તેઓ ઉમેરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ. ડેશબોર્ડ પરથી રાજ્યના એકેએક ગામ તાલુકા કે જિલ્લા પર અને વિવિધ સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. ટેકનોલોજી સાથે સંવેદના ભળે તો તેના સુખદ પરિણામો મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે જગદીશ ત્રિવેદી.

Related posts
REGIONALગુજરાતી

સીએમ ડેશ બોર્ડમાંથી ફોન આવ્યો અને દાહોદ જિલ્લાના શીલાબેન નિનામાની તુરંત સોનોગ્રાફી થઇ

સી.એમ. ડેશબોર્ડ છેવાડાના માનવી માટે બન્યું હમદર્દ ગાંધીનગર: રાજ્યની રૂપાણી સરકાર રાજ્યના છેવાડાના સામાન્ય માનવીની તકલીફો પ્રત્યે સતત સંવેદનશીલ રહીને તેમની તકલીફોના…
HEALTHCAREImportant StoriesLIFESTYLETECHNOLOGYગુજરાતી

નર્મદા જિલ્લામાં મોબાઈલ એમ્બ્યુલન્સ વાન સેવા શરૂ

અમદાવાદ: ગુજરાતના નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા મોબાઈલ એમ્બ્યુલન્સ વાન સેવા શરૂ કરવામાં આવી છે અને તેનો ખર્ચ MPLAD ફંડમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો…
HEALTHCAREImportant Storiesગુજરાતી

શ્રધ્ધાળુઓની આસ્થાને લઈને સરકાનો નિર્ણય, મંદિર ખોલવામાં આવશે પરંતુ ઉત્સવની પરવાનગી નહી

દર્શન માટે ટોકન વ્યવસ્થા ઉભી કરવા સૂચન મોટાભાગના મંદિરોમાં 8મી જૂનથી ભગવાનના દર્શન કરી શકાશે અમદાવાદ: કોરોનાવાયરસની મહામારીના પગલે કેટલાક દિવસો વેપાર…

Leave a Reply