
કોરોના સામે લડવા અને શરીરમાં ઑક્સિજનને વધારવા માટે પીપળના પાંદડા છે લાભદાયક
- કોરોના સામે લડવામાં પીપળના પાંદડા છે લાભદાયક
- શરીરમાં ઑક્સિજનના સ્તરને વધારવા માટે પણ પીપળના પાન છે અસરકારક
- પીપળમાં રહેલા આ તત્વોથી તમને થશે ફાયદો
નવી દિલ્હી: કોરોનાને નાથવા અને કોરોનાના દર્દીઓને શરીરમાં પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે આયુર્વેદમાં અનેક ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે લકો કોરોનાથી બચવા માટે અનેક ઘરેલુ નુસ્કા અપનાવી રહ્યા છે. જો તમે પણ આ નુસ્કાનો ઉપયોગ કરશો તો તમારી તબિયત પણ સારી રહેશે.
આયુર્વેદ અનુસાર દિવસમાં દરરોજ બે પીપળાના પાંદડાનું સેવન કરવાથી શરીરના ઑક્સિજનના સ્તરમાં વધારો થાય છે. પીપળના પાંદડામાં મોઇસ્ચર કંટેટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આર્યન, કોપર અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે.
ફેફસા માટે પીપળો છે લાભદાયી
ફેફસામાં તમને સોજો અને તણાવ જેવું લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે તમારી તંદુરસ્ત માટે લાભદાયી છે. દરરોજ પાંદડાનું સેવન કરવાથી તમને આરામ મળશે.
નહીં થાય કફ
જો તમને કફની સમસ્યા હોય તે ટેન્શન ન લેતા પીપળાના પાંદડા તમારા માટે એક સારો વિકલ્પ છે. જેથી તમને કફથી જલ્દીથી રાહત મળી જશે. પીપળાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી કફ જળમૂળથી તેનો નાશ થઈ જશે.
રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો
પીપળાના પાંદડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના મહામારીના સમયગાળામાં જો તમારૂ ઈમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થશે. પીપળાના પાંદડા સાથે ગળોનું મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ અને દિવસમાં 4 વખત કરવું જોઈએ.
લીવર બનશે મજબૂત
વધુ દારૂનું સેવન કરવાથી તમારા લીવર પર તેની અસર પડી શકે છે. આવા સમયમાં લીવરને તંદુરસ્ત રાખવા માટે પીપળાનું સેવન કરવું તે જરૂરી છે. જેથી લીવર ખરાબ થયાથી બચવ થઈ શકે છે. લીવરની બિમારી વાળા લોકોને ડોક્ટર દરરોજ પીપળો લેવા માટેની સલાહ આપે છે.
(સંકેત)