નવી દિલ્હી, 22 મે 2026: Two different moods of weather દેશભરમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો કાળઝાળ ગરમી અને લૂ નો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે દેશના અનેક ભાગો માટે આકરા ઉનાળા અને ભારે વરસાદની સંયુક્ત ચેતવણી જાહેર કરવામાં આવી છે.
દિલ્હી-હરિયાણામાં ઓરેન્જ એલર્ટ, સૂર્યદેવ વરસાવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજધાની દિલ્હી, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં આ વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
આ રાજ્યોમાં પણ હીટવેવની આશંકા
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય અડધાથી વધુ રાજ્યો પણ હાલ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડ, બિહાર, ઓડિશા અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ રાજ્યોમાં હીટવેવની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના તરાઈ ક્ષેત્રોમાં અસહ્ય ગરમીની સાથે ભેજવાળું હવામાન (Humid Weather) લોકોને અકળાવશે.
અહીં ભારે વરસાદની આગાહી
એક તરફ જ્યાં અડધો દેશ ગરમીથી ત્રાહિમામ છે, ત્યાં બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચોમાસા જેવો માહોલ જામશે. હવામાન વિભાગે અગામી કલાકોમાં આંદામાન, નિકોબાર ટાપુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગના મતે, આ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને અન્ય સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી રાહત મળશે.
વધુ વાંચો: સુપરપાવર્સના દબાણ સામે ઝૂકવાને બદલે સરકારનો નવી વિદેશનીતિથી માસ્ટરસ્ટ્રોક


