Site icon Revoi.in

દિલ્હી-NCRમાં હીટવેવનું એલર્ટ, મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ જવાની શક્યતા

Social Share

નવી દિલ્હીઃ દેશભરમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આજે મંગળવાર(15 એપ્રિલ, 2025)થી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને NCRમાં હવામાન સ્વચ્છ રહેશે અને તાપમાન પણ વધવા લાગશે. આજે મંગળવારે સવારે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વાવાઝોડા અને વરસાદને કારણે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવે હવામાન સ્વચ્છ છે. સવારથી જ સૂર્યપ્રકાશ સાથે હવામાન સામાન્ય છે. આ કારણે હવામાન વિભાગે હવે આગામી દિવસોમાં હીટવેવનું એલર્ટ જારી કર્યું છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ, 15 એપ્રિલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ પછી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ એટલે કે 16, 17 અને 18 એપ્રિલ દરમિયાન હીટવેવનું એલર્ટ જારી કર્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે 16 એપ્રિલે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે, 17 એપ્રિલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારબાદ 18 એપ્રિલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે.

જ્યારે 19 એપ્રિલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. જ્યારે 20 એપ્રિલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેવી જ રીતે 21 એપ્રિલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહેવાની આગાહી છે.

હવામાન વિભાગ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સર્જાયેલા વિક્ષેપને કારણે હવામાનમાં વિવિધ ફેરફારો સતત જોવા મળી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓ એમ પણ માને છે કે આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરના લોકોને ફરી એકવાર ભારે વરસાદ અને પવનનો સામનો કરવો પડી શકે છે, ત્યારબાદ પારો ફરી એકવાર નીચે જઈ શકે છે. 

Exit mobile version