
ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ,જાણો તમારા શહેરનું હવામાન
9 ઓગસ્ટ,દિલ્હી:ચોમાસાના બીજા તબક્કામાં ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.આ દરમિયાન હવામાન વિભાગે ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે થોડા દિવસો સુધી વરસાદ નહીં થાય, પરંતુ આકાશ વાદળછાયું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે, જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી જશે.ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે.આ સિવાય બેંગ્લોરમાં આજનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.બેંગલુરુમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ છે.
મધ્યપ્રદેશમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે.રાજધાની ભોપાલની વાત કરીએ તો,અહીં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે,જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.આ સિવાય દેહરાદૂનમાં આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે.અહીં ભારે વરસાદ પડશે.