Site icon Revoi.in

દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કેરળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. ગુજરાતમાં સતત વરસાદને કારણે પૂરના કારણે લાખો લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

વરસાદ અને પૂર સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાત સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સેના તૈનાત કરવાની સ્થિતિ આવી ગઈ છે. 10 થી વધુ ટ્રેનો રદ કરવી પડી છે.  બિહારની રાજધાની પટનામાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી જતાં ગ્રામીણ વિસ્તારોમાં 76 સરકારી શાળાઓને 31 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતના ઓછામાં ઓછા 18 જિલ્લા પૂરની ઝપેટમાં છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 8,400 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે અમદાવાદ, વડોદરા, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના સહયોગથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

#HeavyRainAlert #RainForecast #14StatesRain #WeatherWarning #Monsoon2024 #IndiaWeather

 

Exit mobile version