
ઓડીશા,મહારાષ્ટ્ર સહીતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – મધ્યપ્રદેશમામં વરસાદનો કહેર યથાવત રહેતા ભોપાલમાં શાળાઓમાં રજા
- ઓડીશા,મહારાષ્ટ્ર સહીતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- મધ્યપ્રદેશમામં વરસાદનો કહેર યથાવત
- વરસાદને જોતા ભોપાલમાં શાળાઓમાં રજા
દિલ્હીઃ- દેશભરના રાજ્યોમાં રક્ષાબંધનના દિવસથી જ ભારે વરસદાની શરુાત થઈ ચૂકી છે, કેચલાક રાજ્યોમાં મૂશળઘાર વરસાદ વરપસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ઓડીશા અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તારને કારણે નવેસરથી વરસાદનો દોર જારી રહ્યો છે. જેના કારણે આસપાસના રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળમાં ચોમાસું સક્રિય છે. ઓડિશાના ચાર જિલ્લા નબરંગપુર, નૌપાડા, બોલાંગીર અને બરઘમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
. ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે ઘણા રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ભોપાલ કલેકટરે આજે તમામ સરકારી, ખાનગી, નવોદય અને CBSE શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે રજા જાહેર કરી છે. જેથી બાળકોને હાલાકીનો સામનો ન કરવો પડે.એમપીમાં અનેક નદીઓના જળ સ્તર વધ્યા છે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળે રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે. તે જ સમયે, ગુજરાત અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, આજે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.