Site icon Revoi.in

શિમલા સહિત હિમાચલના અનેક ભાગોમાં ભારે વરસાદ, જનજીવન ખોરવાયું

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈકાલથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

ચંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા મણિ મહેશના યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ ટીમોએ સમયસર કાર્યવાહી કરીને યાત્રાળુઓને સલામત સ્થળે પહોંચાડ્યા છે.

વરસાદને કારણે રાજ્યમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ઇન્ટરનેટ જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ બંધ થવાથી પરિવહન થંભી ગયું છે, જ્યારે વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ થવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ સેવાઓને ફરી શરૂ કરવા માટે ઝડપી કામગીરી ચાલી રહી છે.