1. Home
  2. ગુજરાતી
  3. પુણેમાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા,IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું
પુણેમાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા,IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું

પુણેમાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા,IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું

0
Social Share
  • પુણેમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો
  • વરસાદને પગલે અનેક જગ્યાએ ભરાયા પાણી
  • IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું

મુંબઈ:મહારાષ્ટ્રના પુણે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો,જેના કારણે 25 સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે,10 જગ્યાએ વૃક્ષો પડવાના અહેવાલો મળ્યા છે.જો કે આના કારણે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શનિવારે સાંજે 5.30 વાગ્યા સુધી, પાશાન અને મગરપટ્ટામાં અનુક્રમે 55.8 મીમી અને 55.5 મીમી વરસાદ નોંધાયો હતો.અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને IMDએ આ સૂચના આપી છે.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચંદનનગર, કોથરુડ, પૌડ રોડ, પાશન, વાનવાડી, બીટી કવાડે રોડ, કટરાજ ગાર્ડન, સ્વારગેટમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી.તે જ સમયે, પાશન, કોંઢવા, પુણે સ્ટેશન અને યરવડા ખાતે ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા.પઠાણના પંચવટીમાં વૃક્ષો પડતાં બે વાહનો અથડાયા હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.”

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code