
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છએ તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ અનેક નદીઓનું રોદ્રરુપ જોવા મળ્યું છે.છેલ્લા અનેક દિવસોથી હિમાચલમાં વરસાદના કારણે શાળઆઓ પણ બકુલુ જીલ્લામાં બંઘ રાખવામાં આવી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આજરોજ એટલે કે 31 જુલાઈએ તમિલનાડુમાં ગરમ અને ભેજવાળું હવામાનની આગાહી પણ કરી છે.તો આજે 31 જુલાઈએ ઝારખંડ, 2 અને 3 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશ; આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1-3 ઓગસ્ટ સુધી આવું જ હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવામાન વિભાગે 3 ઓગસ્ટ સુધી ભારતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. માહિતી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતકાઓ સેવાઈ રહી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં 3 ઓગસ્ટ સુધી અલગ-અલગ ગર્જના અને વીજળી પડવાની પણ શક્યતા છે. ઉત્તરાખંડમાં 1વી થી 3 ઓગસ્ટે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 1 અને 2 ઓગસ્ટે અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 2 અને 3 ઓગસ્ટના રોજ હળવા/મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરાઈ છે.આ સહીત 2 ઓગસ્ટના રોજ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં તેમજ ઓડિશાના ભાગોમાં 2 ઓગસ્ટ સુધી ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ સહીત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવો/મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. જો 1લી ઓગસ્ટની વાત કરીએ તો આ રોજ તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે હળવો/મધ્યમ વરસાદ.જ્યારે 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ સમાન હવામાનની શક્યતા છે.