
જો તમે થોડા દિવસની રજાઓમામ ગુજરાતમાં જ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ઘણી બધી એવી જગ્યો છે જ્યાની તમે મુલાકાત લઈ શકો છો ,ગુજરતાના કેટલાક એવા શહેરો છે જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે તો કેટચલાક સ્થળો જોવા લાયક છે,તો આજે આવા ત્રણ સ્થળ વિશે વાત કરીએ
મહેસાણાનું તારંગા
અમદાવાદ આસપાસ રહેતા માટે બેસ્ટ ઓપ્શન છે આ, મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે.અહી સરસ મજાના જૈન મંદિરો આવેલા છે.
ખૂબ જ પ્રચલિત મર્દા ડેમ ( સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓ માટે મોટી ગીફ્ટ છે.. સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહી નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લેવા પાત્ર બને છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.
ઝરવાણી ધોઘ
નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે. જૂનના 15 દિવસ બાદ અહી જવા માટે બેસ્ટ સમય છે.