1. Home
  2. ગુજરાતી
  3. અહીં રક્ષાબંધનમાં બહેન ભાઈને આશિર્વાદ નહી પરંતુ આપે છે શ્રાપ, જાણો આ રાજ્યની અનોખી પરંપરા વિશે
અહીં રક્ષાબંધનમાં બહેન ભાઈને આશિર્વાદ નહી પરંતુ આપે છે શ્રાપ, જાણો આ રાજ્યની અનોખી પરંપરા વિશે

અહીં રક્ષાબંધનમાં બહેન ભાઈને આશિર્વાદ નહી પરંતુ આપે છે શ્રાપ, જાણો આ રાજ્યની અનોખી પરંપરા વિશે

0
Social Share
  • રક્ષાબંધનની અનોખી પરંપરા
  • ભાઈને બહેન આપે છે શ્રાપ અને પછી કરે છે પ્રાશ્ચાત્યાપ

રક્ષાબંધ અટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ખાસ કરીને આ દિવસે બહેન ભાઈના લાંબા આયુષ્ય માટ પ્રાર્થના કરે છે ભાઈને સારા આશિર્વાદ આપે અને રક્ષારુપી રાખડી ભાઈની કલાઈ પર બાંધે છે,જો કે એક રાજ્યમાં આ તહેવારને ઉજવવાની પરંપરા કંઈક અનોખી છે, અહી બહેન ભાઈને આશિર્વાદ નહી પણ શ્રાપ આપે છે,તાલો જાણીએ ખરેખર બાબત શું છે. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સાચું છે. ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે.

આ અનોખી પરંપરા છત્તીસગઢમાં ઉજવવામાં આવે છે. રાજ્યના જશપુર જિલ્લામાં ચોક્કસ સમુદાયના લોકોમાં આ રીવાજ જોવા મળે છે. આ સમુદાયની છોકરીઓ તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે અને આ ભાઈ દૂજના દિવસે કરવામાં આવે છે. ભાઈ દૂજ પર, બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શ્રાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે, બહેનો તેમની જીભને કાંટાથી ખુંચાવે છે.

આ પછી જશપુર જિલ્લામાં ખાસ સમુદાયની છોકરીઓ ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

આ પરંપરા પાછળ પૌરાણિક માન્યતાઓ અનુસાર, યમરાજ એકવાર એવી વ્યક્તિની હત્યા કરવા પૃથ્વી પર આવ્યા હતા જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન  આપ્યો હોય. યમરાજને એક એવો માણસ મળ્યો જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરી હતો. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે તે તેના ભાઈને મારવા માંગે છે. ત્યારે તેણે આ શ્રાપ આપ્યો અને યમરાજ જતો રહ્યો  ત્યારથી આ ગામમાં આ અનોખી પરંપરા જોવા મળે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code