1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા નજીક દિલ્હી એક્સપ્રેસ વે પર ઈકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4ના મોત
વડોદરા નજીક દિલ્હી એક્સપ્રેસ વે પર ઈકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4ના મોત

વડોદરા નજીક દિલ્હી એક્સપ્રેસ વે પર ઈકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4ના મોત

0
Social Share

 વડોદરા, 7 જુન 2026 : 4 killed in accident between ecocar and truck on Delhi Expressway   રાજ્યના ધોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. ગઈ મોડી રાત્રે વડોદરાના સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે  4 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગત મોડી રાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાના સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે  4 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  ઈકોકારમાં પરિવાર  મહેસાણા તરફ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તો ભૂલી જવાને કારણે તેઓ અમદાવાદ તરફના રસ્તે નીકળી ગયા હતા. પાદરા રોડ તરફ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલમાં આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ અકસ્માતમાં બચેલા અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. એક મહિલાને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજા થઈ છે. તેમને પાદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ તાલુકા પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code