અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરના તમામ નગરજનોને દિવાળીની રજા દરમિયાન હેરિટેજ વોકનો લાહવો લેવા અપીલ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રીએશન કમિટીના ચેરમેન અને કમિટીના સભ્યો દ્વારા અમદાવાદના કોટ વિસ્તારમાં યોજાતી હેરિટેજ વોકમાં ભાગ લેવામાં આવેલ હતો અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી જામા મસ્જિદ સુધી આવેલા હેરિટેજ વોક પરના વિવિધ પોળ અને હેરિટેજ મકાનોની મુલાકાત લઈ નિરીક્ષણ કરી અને માહિતી મેળવેલી હતી. ત્યારબાદ ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કરી ભદ્ર કિલ્લાની પણ મુલાકાત કરી માહિતી મેળવી હતી.