
ભારતમાં એક વર્ષમાં 40 હજાર કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું
નવી દિલ્હીઃ ભારતમાં માદવ દ્રવ્યોના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે, દરમિયાન એક વર્ષના સમયગાળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી લગભગ 40 હજાર કરોડનું હેરોઈન ઝડપી લેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં એક વર્ષમાં પકડાયેલા હેરોઈન બાબતે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, દેશમાં ડ્રગ્સના રેકેટ અને તેમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષમાં 40 હજાર કરોડનું હેરોઈન ઝડપી લેવામાં આવ્યું છે.
ડ્રગ્સ માફિયાઓ દેશની યુવા પેઢીને નશાના રવાડે ચઢાવવા માટે કાવતરુ ઘડ્યું છે. બીજી તરફ આ રેકેટને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કચ્છની જળસીમામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.
કચ્છ અને ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ઝડપી લેવામાં આવેલા માદક દ્રવ્યોના કેસમાં સરહદ પાર બેઠેલા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. સુરક્ષા એજન્સીઓએ ભારતમાં ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.
(Photo-File)