Site icon Revoi.in

મહેસાણાના ગોપીનાળા નજીક હીટ એન્ડ રન, વૃદ્ધાનું મોત

Social Share

મહેસાણાઃ શહેરમાં ગોપીનાળા પાસે સવારે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ગોપીનાળા પાસે ચાલીને જઈ રહેલા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ, વૃદ્ધાને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક વાહન સાથે પલાયન થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી.

મહેસાણા શહેરમાં સવારે છ વાગ્યાના અરસામાં એક વૃદ્ધા ચાલીને ગોપીનાળા પાસેથી પસાર થતા હતા.એ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટનામાં વૃદ્ધાના શરીર પર ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ત્યારબાદ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ આદરી હતી.

મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ મથકના તપાસ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, ગોપીનાળા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. 62 વર્ષીય રશીદાબાનું સવારે હૈદરી ચોકથી ચાલીને રાધનપુર ચોકડી જવા નીકળ્યા હતા.જ્યાં સવારે 6 કલાકે ગોપીનાળાના ઢાળ નજીક આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતા શરીરે ગંભીર ઇજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને  ટક્કર મારનાર વાહન ચાલકની શોધખોળ આદરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version