1. Home
  2. ગુજરાતી
  3. ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા
ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા

ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ જમ્મુની મુલાકાતે પહોંચ્યા

0
Social Share
  • જમ્મુ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ
  • બે દિવસ જમ્મુના પ્રવાસે ગૃહમંત્રી
  • જમ્મુની સુરક્ષા વિશે લીધી જાણકારી

શ્રીનગર : ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની બે દિવસની મુલાકાત પર છે. ગત રાત્રીના સમય પર તેઓ જમ્મુ પહોંચ્યા. અમિત શાહએ જમ્મુ પહોંચીને જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમિક્ષાની બેઠક કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ CRPFનો 83મો સ્થાપના દિવસ છે જેની ઉજવણી જમ્મુ ખાતે કરવામાં આવી રહી છે. પ્રથમ વખત CRPFનો સ્થાપના દિવસ દિલ્લીની બહાર ઉજવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે,સુરક્ષા સમિક્ષાની બેઠક સાથે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં રાજભવન ખાતે શહીદ થયેલા પોલીસ જવાનોના પરીવારને નોકરીના અપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. છેલ્લા 5 મહિનામાં અમિત શાહની બીજી વખત જમ્મુની મુલાકાતે આવ્યા છે. આ પહેલાં અમિત શાહ 5 દિવસની મુલાકાતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. માર્ચ 1950માં તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે CRPF એક્ટ લાગુ થયા બાદ તેનું નવું નામ “કેન્દ્રીય અનામત પોલીસ દળ” (CRPF) રાખ્યું હતું. આ પહેલાં સીઆરપીએફની સ્થાપના 1939માં ક્રાઉન રિપ્રેજેન્ટીવ પોલીસ તરીકે થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code