![ગૃહમંત્રી અમિત શાહ એ સ્વાસ્થ્ય યોજનાની કરી શરુઆત- ‘આયુષ્માન ભારત CPF’ નો 35 લાખ કર્મીઓને મળશે લાભ](https://www.revoi.in/wp-content/uploads/2021/11/13.jpg)
ગૃહમંત્રી અમિત શાહ એ સ્વાસ્થ્ય યોજનાની કરી શરુઆત- ‘આયુષ્માન ભારત CPF’ નો 35 લાખ કર્મીઓને મળશે લાભ
- સ્વાસ્થ્ય યોજનાનો આરંભ
- સીએપીએફના 35 લાખ કર્મીઓને તેનો લાભ મળશે
- વિતેલા દિવસે ગૃહમંત્રીએ આ યોજનાની શકરુઆત કરાવી
દિલ્હીઃ-દેશની કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના લાભને લઈને સતત કાર્યરત રહે છે, અનેક યોજનાો હેઠળ તેમને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, આ સહીત કર્મીઓને સ્વાસ્થ્ય માટે પણ અનેક લાભ ઉપલબ્ધ કરવવામાં આવી રહ્યા છે તેજ શ્રેણીમાં ગઈ કાલે સ્વાસ્થ્ય કર્મીઓના આરોગ્ય સંબંધી યોજનાની ગૃહમંત્રી શાહે શરુઆત કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિતેલા દિવસને મંગળવારે ‘આયુષ્માન ભારત સીએપીએફ ‘ આરોગ્ય સંભાળ યોજનાનો આરંભ કર્યો હતો . આ યોજના તમામ રાજ્યોમાં તમામ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના સીએપીએફના અધિકારીઓ માટે ઉપલબ્ધ કરાવાઈ છે. આ યોજના તબક્કાવાર રીતે ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 35 લાખ સીએપીએફના અધિકારીઓ માટે ઉપલબ્ધ થશે.
અમિત શાહે કેટલાકએનએસજી સૈનિકોને હેલ્થ કાર્ડ આપીને તબક્કાવાર આ યોજના શરૂ કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે CAPF અધિકારીઓ અને તેમના પરિવારોને આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં આવે જેથી કરીને તેઓ તેમની ફરજો અત્યંત કાળજી સાથે નિભાવી શકે.