
મહારાષ્ટ્રના સમુદ્ધી એક્સપ્રેસ-વે પર બસ પલટી મારી જતા આગ લાગવાની ભયાનક ઘટના, 26 લોકોના મોત
મુંબઈઃ દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે મુંબઈના હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ઘટના સામાન્ય ન હતી બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા હોમાયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી બસને શનિવારે અદઢી રાત્રે 2 વાગે અકસ્માત નડ્યો હતો.જ્યારે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસ બુલઢાણા નજીક પહોંચી હતી ત્યારે બસ અચાનક પલટી મારી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
જાણકારી પ્રમાણે બુલઢાણા પોલીસના ડેપ્યુટીએ આપેલી જાણકારી મુજબ આ બસમાં 33 લોકો સવાર હતા. જેમાંથી 26 લોકોના આગમાં મોત થયા હતા. તે જ સમયે, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી બસમાંથી 26 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં કુલ 32 લોકો સવાર હતા. છથી આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનામાં બસનો ડ્રાઈવર પણ બચી ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે આ અકસ્માત બસનું ટાર ફાટી જવાના કારણે થયો હતો અને ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી. અ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસ પહેલા નાગપુરથી ઔરંગાબાદ જતા માર્ગ પર જમણી બાજુના લોખંડના થાંભલા સાથે અથડાઈ હતી. જે બાદ ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યું હતું.
જાણકારી મુજબ બસ ડાબી તરફ પલટી ગઈ, જેના કારણે બસનો દરવાજો નીચે દબાઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેમાં સવાર લોકો વાહનમાંથી બહાર નીકળી શક્યા ન હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત દરમિયાન બસમાંથી ડીઝલનો મોટો જથ્થો રોડ પર ફેલાઈ ગયો હતો જેને કારણે આગે વિકરાળ સ્વુરુપ ઘારણ કર્યું અને 25 લોકો જીવતા હોમાયા.