
પીએમ મોદી 16 જુલાઈના રોજ ગાંઘીનગરના હાઈટેક રેલ્વે સ્ટેશનનું વર્ચ્યૂઅલ રીતે કરશે લોકાર્પણ
- પીએમ મોદી ગાંઘીનગરના રેલ્વે સ્ટેશનનું આવતી કાલે ઉદ્ઘાટન કરશે
- અનેક સુવિધાઓથી સજ્જ છે આ રેલ્વે સ્ટેશન
અમદાવાદઃ સતત નિકાસ પામતા ગુજરાતમાં અનેક પ્રોજેક્ટસ પર કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ગાંઘીનગર શહરેના રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે,સમગ્ર દેશના પહેલા રી-ડેવલપમેન્ટ ગાંધીનગર કેપિટલ રેલ્વે પર હવે યાત્રીઓને અનેક વિશ્નસ્તરની સુવિધાઓ પ્રાપ્ત થશે.
મળતી માહિતી પ્રમાણે વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનનું આવતી કાલે એટલે કે 16મી જુલાઈએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વર્ચુઅલ પ્રોગ્રામ દ્વારા તેનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ રેલ્વે મંત્રી અશ્વિની તથા ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગરમાં યોજાનાર આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરીની શરૂઆત 2017માં ગાંધીનગર રેલ્વે અને શહેરી વિકાસનામના સંયુક્ત સાહસની રચનાથી થઈ હતી.
જાણો આ હાઈટેર વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનની ખાસિયતો
આ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ બે સબવે દ્વારા જોડાયેલા છે. તેમાં બેસવાની પૂરતી વ્યવસ્થા છે. એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા પણ છે. સ્ટેશનની ઉપર એક લક્ઝરી હોટલ પણ છે. આ હોટેલમાં 318 રૂમ છે, આ હોટલ 7,400 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. આ હોટલ પર 790 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે
ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર લક્ઝરી હોટલ, સ્પેશ્યલ લાઇટિંગ, એક પ્રાર્થના હોલ અને એક અલગ બાળક ફીડિંગ રૂમ જેવી આધઘુનિક સુવિધાઓ સાથે એરપોર્ટ જેવો અનુભવ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈએ આ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે. આ સ્ટ્રક્ચરને ગ્રીન બિલ્ડિંગ અપ્રેઝલ સિસ્ટમસાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. પહેલાથી જ ભારતીય વાણિજ્ય એન્ડ એન્ડ ઉદ્યોગ સંગઠન તરફથી સસ્ટેનેબિલીટી સ્ટાન્ડર્ડ ગ્રીન સર્ટિફિકેશન પણ મળી ચૂક્યું છે.