HomeગુજરાતીIPL 2024ની ફાઈનલમાં હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે

IPL 2024ની ફાઈનલમાં હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 મેના રોજ ચેન્નઈના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું હતું. મેચમાં રાજસ્થાનને જીત માટે 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ તે સાત વિકેટ પર 139 રન જ બનાવી શકી.

પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ પર 175 રન બનાવ્યા. હૈદરાબાદ માટે વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. IPL 2024ની ફાઈનલ મેચમાં 26 મેના રોજ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. કોલાકાતાએ પહેલી ક્વાલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img