1. Home
  2. ગુજરાતી
  3. ICC T20 World Cup: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટના ભાવ આસમાને પહોંચ્યાં
ICC T20 World Cup: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટના ભાવ આસમાને પહોંચ્યાં

ICC T20 World Cup: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટીકીટના ભાવ આસમાને પહોંચ્યાં

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નથી અને બંને ટીમો માત્ર ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઈવેન્ટ્સમાં જ સામસામે આવે છે તે ધ્યાનમાં રાખીને, ચાહકો આ મેચને માણવાની તક ગુમાવતા નથી. દુનિયાના કોઈપણ ખૂણે જ્યાં પણ આ બંને ટીમો સામસામે આવે છે, ત્યારે ચાહકો પૈસા ખર્ચીને મેચ જોવા માટે ત્યાં જાય છે. હવે આગામી T20 વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો 9 જૂને ન્યૂયોર્કમાં ટકરાશે. અહેવાલો અનુસાર, ટિકિટના ભાવ પુનઃ વેચાણ બજારમાં પહેલેથી જ આસમાને છે.

ટિકિટના સત્તાવાર વેચાણમાં ટિકિટની સૌથી ઓછી કિંમત છ ડોલર એટલે કે રૂ. 497 છે. જ્યારે ભારત અને પાકિસ્તાન મેચ માટે પ્રીમિયમ સીટોની કિંમત 400 ડોલર એટલે કે 33,148 રૂપિયા ટેક્સ વગર છે. જો કે, StubHub અને SeatGeek જેવા પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત ઘણી વધારે છે. સત્તાવાર વેચાણ પર જે ટિકિટની કિંમત 400 ડોલર હતી, રિસેલ સાઇટ્સ પર તેની કિંમત 40,000 ડોલર છે, એટલે કે અંદાજે રૂ. 33 લાખ જેટલી થાય છે. જો પ્લેટફોર્મ ફી ઉમેરવામાં આવે તો આ કિંમત 50,000 ડોલર એટલે કે અંદાજે 41 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.

યુએસએ ટુડેના એક અહેવાલ મુજબ, સુપર બાઉલ 58 ટિકિટ સેકન્ડરી માર્કેટ પર મહત્તમ 9,000 ડોલર મેળવી શકાય છે, જ્યારે NBA ફાઇનલ્સ માટે કોર્ટસાઇડ સીટ મહત્તમ $24,000 મળે છે. પ્લેટફોર્મ SeatGeek પર, કિંમતો આસમાને છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની મેચ માટે આ સાઇટ પરની સૌથી મોંઘી ટિકિટની કિંમત 175,000 ડોલર એટલે કે અંદાજે રૂ. 1.4 કરોડ છે. જો આમાં પ્લેટફોર્મ ચાર્જ અને વધારાની ફી ઉમેરવામાં આવે તો આંકડો 1.86 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે. T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં આ બે મોટી ટીમો છે. આ સિવાય આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા માટે આ બંને ટીમો સામે કોઈપણ મેચ જીતવી મુશ્કેલ હશે.

આગામી T20 વર્લ્ડ કપમાં ભારતની કમાન રોહિત શર્મા સંભાળશે અને પાકિસ્તાનની કમાન શાહીન આફ્રિદી સંભાળશે. આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં આઠમી વખત આમને-સામને થશે. આ પહેલા ભારતનો T20 વર્લ્ડ કપમાં સાત વખત પાકિસ્તાનનો સામનો થયો છે. ટીમ ઈન્ડિયાએ છ વખત મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ એક વખત જીતવામાં સફળ રહી છે. ODI અને T20 વર્લ્ડ કપ સહિત ભારતીય ટીમ માત્ર એક જ વખત પાકિસ્તાન સામે હારી છે. આ મેચ 2021 T20 વર્લ્ડ કપમાં રમાઈ હતી, જે પાકિસ્તાને 10 વિકેટથી જીતી હતી.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code