
કોરોના સંકટની વચ્ચે ICMR નો મોટો નિર્ણય, કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી
- કોરોના સંકટ વચ્ચે ICMR એ લીધો નિર્ણય
- હવે ઘર બેઠા થઇ શકશે કોરોનાની તપાસ
- કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી
દિલ્હી : કોરોના સંકટની વચ્ચે ICMR એ મોટો નિર્ણય લીધો છે. કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને ICMR દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે બુધવારે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની કંપની માય લેબમાં ICMR દ્વારા બનાવવામાં આવેલી કીટને મંજૂરી મળી ગઈ છે.
ICMR અનુસાર, જે લોકો ઘરે બેઠા બેઠા કોરોનાની ટેસ્ટ કરવા માંગતા હોય તેઓ પહેલા ગુગલ પર જઇને તેનાથી સંબંધિત મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. તે પછી જે મુજબ કીટ પર આપવામાં આવેલ છે તે મુજબ તેઓ એ કરવાનું રહેશે. જે મુજબ તે વ્યક્તિ જાણી શકશે કે કોરોના સંક્રમિત છે કે નહીં. આ તકનીકનો ઉપયોગ ભારત પહેલા પણ વિદેશમાં કરવામાં આવી રહ્યો છે.
ICMR એ આ કીટનો ઉપયોગ ફક્ત તે જ લોકો માટે કરવાની સલાહ આપી છે જેમને કોરોનાનાં લક્ષણો છે અથવા તેઓ કોઈની સાથે સંપર્કમાં આવ્યા છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ છે. માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી આ કીટનું નામ CoviSelfTM (PathoCatch) COVID-19 OTC Antigen LF છે.