
- કોરોના ટેસ્ટિંગમાં ICMRની પ્રતગિ
- છેલ્લા 24 કલાકમાં 5.15 લાખ ટેસ્ટ કરાયા
- દેશમાં તામિલનાડુ ટેસ્ટની બાબતે મોખરે- 22 લાખ ટેસ્ટ કરાયા
- મહારાષ્ટ્ર અને યુપીમાં અંદાજે 20 લાખ જેટલા ટેસ્ટ થઈ ચૂક્યા છે
સમગ્ર દેશભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે,આ સાથે જ હવે કોરોનાને માત આપવા કોરોનાના ટેસ્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાવામાં આવી રહ્યું છે,દેશભરમાં વાયરસની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે,વિતેલા દિવસોમાં દરરોજ અંદાજે 50 હજાર નવા કેસો સામે આવી રહ્યા છે,પરંતુ તેની સાથે દેશભરમાં કોરોના વાયરસની તપાસની ઝડપ વધારવામાં આવી રહી છે,છેલ્લા 24 કલાકમાં 5 લાખથી પણ વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણઆવ્યા અનુસાર,રવિવારના રોજ દેશમાં 5 લાખ 15 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે,તે સાથે જ અત્યાર સુધી દેશમાં 1 કરોડ 68 લાખથી પણ વધુ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે,ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજના 4 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે,આ સાથે જ દેશમાં સતત કોરોનાના ટેસ્ટની સંખ્યા પણ વધી રહી છે.
દેશમાં આ સમયે 1300થી વધુ ટેસ્ટિંગ લેબ કાર્યરત છે,જેમાં 900 જેટલી લેબ સરકારી અને 400 પ્રાઈવેટ લેબનો સમાવેશ થાય છે,જેમાં કેટલાક પ્રકારના જેવા કે એન્ટિજન ટેસ્ટિંગ,આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા પણ છે
વિતેલા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં 71 હજારથી પણ વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,ઉલ્લેખનીય છે કે,યુપીના સીએમ યોગી આદિત્યનાથએ આદેશ આપ્યો છે કે,યુપીમાં દરરોજના 1 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવે,આ કારણસર યુપીમાં RT-PCR ની સાથે એન્ટિજન ટેસ્ટિંગ પર ભાર આપવામાં આવી રહ્યો છે,જો કે,કુલ ટેસ્ટના બાબતે હાલમાં તમિલનાડુ સૌથી આગળ છે જ્યા અદાજે 22 લાખ જેટલા ટેસ્ટ થઈ ચૂક્યા છે,જ્યારે મહારાષ્ટ્ર અને યુપી પણ 20 લાખ જેટલા ટેસ્ટના આસપાસ પહોંચી ચૂક્યું છે.
ICMR એ હવે દરરોજ પાંચ લાખ ટેસ્ટ કરવાની લાઈનમાં સ્થાન મેળવી લીધું છે અને તેમનું આગળનું લક્ષ્ય દરરોજ 10 લાખ ટેસ્ટ કરવાનું છે, . જો કે વાત હવે સ્પષ્ટ છે કે, જો એક દિવસમાં પાંચ લાખ ટેસ્ટ દરરોજ કરવામાં આવશે તો એક અઠવાડિયામાં 30 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ થઈ શકે છે.
સાહીન-