1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં
પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

0
Social Share

અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં નહીં આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે અને પાનકાર્ડ સાથે લિન્ક ન કરાવનારા લોકો  50  જેટલા વ્યવહારો કરી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાની મર્યાદા 31 જુલાઇ 2022 હતી. ત્યારબાદ રૂ.1 હજાર દંડ ભરી વિગતો લિન્ક કરવાની સુવિધા અપાઈ હતી. જો કે, આ સુવિધા પણ 31 માર્ચ પછી બંધ થશે. આ મુદત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા  કરી શકશે નહીં. નિષ્ણાતોના કહેવા  મુજબ મુખ્યત્વે એનઆરઆઇ જે લોકો છેલ્લા બે વર્ષથી ભારતમાં આવી નથી શકયા અને પોતાનું આધારકાર્ડ અપડેટ કરીને લિન્ક નથી કરી શકયા તેવા નોન રેસિડન્ટ ઇન્ડિયનને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમ એનઆરઆઇએ ચાર મહિનામાં ભારત આવીને આધાર કાર્ડ અપડેટ કરાવી પાનકાર્ડ સાથે અપડેટ કરાવું પડશે. આવી રીતે ઘણી બધી જગ્યાએ સિનિયર સિટીઝનોના અંગૂઠાની છાપ ન આવવાના કારણે આધારકાર્ડ અપડેટ થતું નથી. આમ સીબીટીડીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ અપડેટ કરવા અને લિન્ક કરવાની છેલ્લી તક આપી છે. જો નહીં કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના 50 વ્યવહારો અટકી જશે. રૂ. 50 હજાર ઉપરની રોકડનો ઉપાડ, રૂ. બે લાખથી વધારેની ફીકસ ડિપોઝિટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદ-વેચાણ જેવા 50 વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઊભી થાય છે. જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક નહીં કરે તો ઘણા બધા કરદાતાઓ ઈન્કમટેક્સના રિફંડ અને વ્યવહારો અટકી જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code