1. Home
  2. ગુજરાતી
  3. આજ સાંજ સુધી કરી લે જો આ કામ, જો નહીં કરો તો કપાશે ડબલ TDS
આજ સાંજ સુધી કરી લે જો આ કામ, જો નહીં કરો તો કપાશે ડબલ TDS

આજ સાંજ સુધી કરી લે જો આ કામ, જો નહીં કરો તો કપાશે ડબલ TDS

0
Social Share

આવકવેરા વિભાગે ફરી એકવાર કરદાતાઓને એલર્ટ કર્યા છે. TDS કપાત ટાળવા માટે કરદાતાઓને 31 મે સુધીમાં પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે. વિભાગે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિગતવાર માહિતી આપી છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઊંચા દરે કર કપાત (TDS) ટાળવા માટે માત્ર એક દિવસ બાકી છે. આ સ્થિતિમાં, કરદાતાઓએ 31મે પહેલાં તેમના પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર સાથે લિંક કરવું જોઈએ. આવકવેરા કાયદા અનુસાર, જો PAN બાયોમેટ્રિક આધાર સાથે લિંક ન હોય, તો લાગુ દર કરતાં બમણા દરે TDS કાપવો જરૂરી છે. જો કે, આવકવેરા વિભાગે ગયા મહિને એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તેના PANને તારીખ 31 મે સુધીમાં આધાર સાથે લિંક નહીં કરે તો કોઈ પગલાં લેવામાં આવશે નહીં.

ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ શું છે (TDS)એ વ્યક્તિના પગારમાંથી કાપવામાં આવતો કર છે. સરળ શબ્દોમાં, કહી શકો કે TDS એ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પાસેથી તેના પગાર અથવા આવકના અન્ય સ્ત્રોત પર ટેક્સ લેવામાં આવે છે. TDSનો હેતુ આવકવેરો એકત્રિત કરવાનો અને કરચોરી અટકાવવાનો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code