
શું તમને પણ રાત્રે સુકી ખાસી પરેશાન કરે છે, તો હવે અપનાવો આ નુસ્ખા,ખાસીમાં મળશે રાહત
- સુકી ખાસીમાં મધ અને હળદરનું સેવન કરવું જોઈએ
- સૂંઠમાં મધ સાથે ભેળવીને પીવાથી સુકી ખાસી મટે છે
સામાન્ય રીતે કોઈ વસ્તુ ખાવામાં આવી જાય તો તે ,સુકી ખાસીને આમંત્રણ આપી દે છે,અથવા તો કોઈને સુકી ખાસીની સમસ્યા અવાર નવાર સતાવતી હોય છે, સુકી ખાસી આવે છે ત્યારે શરીરના સ્નાયુંો પણ ખેંચાવા લાગે છે આવી સ્થિતિમાં આપણું મન અને શરીર બન્ને થાક અનુભવે છે,તો ચાલો આજે જોઈએ કેટલાક એવા નુસ્ખાો જે તમને રાતે આવતી સપકી ખાસીમાં રાહત આપશે.
આદુ અને મધ
સૂકી ઉધરસ માટે ઘરેલું ઉપચાર માટે તમારે ફક્ત મધ, આદુ અને જેઠીમધ મહત્વનું છે. આ વસ્તુઓમાં હીલિંગ ગુણધર્મો છે જે ઉધરસમાં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એક ચમચી મધમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરીને તેનું સેવન કરો. ગળું સુકાઈ ન જાય તે માટે જેઠીમધ નાની લાકડી લઈને તેને મોઢામાં રાખો,
ગરમ પાણી અને મધ
સૂકી ઉધરસની સારવાર માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવો. મધનું નિયમિત સેવન કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળશે. રાત્રે તેને પીવાથી ગળાની ખરાશ પણ ઓછી થશે.
પીપળાની ગાઠ સાથે મધનું સેવન
પીપળાની ગાઠ સારી રીતે પીસીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. જો તમે નિયમિત રીતે આ કરો છો, તો થોડા દિવસોમાં તમને સૂકી ઉધરસથી છુટકારો મળશે.
હરદળ અને મીઠું
એક ચમચી હળદરમાં અજધી ચમચી મીઠું નાખઈ પાણી વગર કોરું જ ગળી જાવ આમ કરવાથી સુકી ખાસી તરતજ બેસી જશે અને ગળાની ખરાશ તથા દુખાવો મટી જશે
મરી અને ધી
એક નાની ચમચી ગાયનું ઘી ગરમ કરી તેમાં બે ચપટી મરોના પાવડર એડ કરીને તેને ગળામાં ઉતારી જવું આમ કરવાથી કફ છીટો પડશે અને સુકી ખાસી મટશે
હરદળ
એકલી હરદળને એક ચમચી ભરીને લો, તેને તમારી જીભ નીચે રાખીને આરામથી સુઈ જાવો તેનો જે રસ પડે તેને ગળશી જાવો આમ કરવાથી સપકી ખાસીમાં ઘણી રાહત મળે છે.
મરી પાવડર સાથે મધ
2 ચપટી મરીના પવડરમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો આમ કરવાથી પણ ખાસીમાં રાહત મળે છે