
શું તમને આંખોમાં આંજણી થાય છે, તો હવે અપનાવો આ કેટલીક ટિપ્સ, મળશે રાહત
- આંખ આવી હોય ત્યારે મીઠાના પાણીથી આંખો ઘોવાનું રાખો
- આંખોમાં બળતરા થાય ત્યારે બટાકા અને કાકડીની સ્લાઈસ આંખ પર રાખો
હવે ઘીમે ગીરેમ વાતારવણ ગરમ બની રહ્યું છે ઉનાળાની શરુાત થઈ ચૂકી છે સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં આંખોમાં બળતરા થવી વગેરે જેવી ફરીયાદ રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ અને ઘરે પરત આવીએ છે ત્યારે ચહેરા પર બળતરા થતી હોય છે, આ સાથે જ આંખોમાં ખૂજલી આવવાથી લઈને સતત પાણી નીકળ્યા જ કરે છે ત્યારે આવી સ્થિતિમાં આપણે ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગ કરીને આંખોને આરામ આપી શકીએ છીએ.
આંખોમાં બળતરા થાય ત્યારે આ ઘરેલું ઉપચાર કરવા
- આંખો પર ઘરે આવીને કાકડીની સ્લાઈસ મૂકીને થોડા આરામ કરીલો, કાકડીથી આંખોમાં ઠંડક મળે છે
- આજ રીતે બટાકાની સ્લાઈસને પણ આંખો પર મૂકો, અને 10 મિનિટ રહેવા દો આખોની બળતરામાં રહાત થશે
- ગુલાબજળથી આંખોને ઘોવાનું રાખો જેથી આંખોમાં ઠંડકની સાથે સાથે આરામ પણ મળશે
- એલોવીરા જેલથી આંખો પર માલીસ કરો જેનાથી આંખના ડાર્ક સર્કલ દૂર થવાની સાથે કુદરતી રીતે આંખોને ઠંડક પહોંચે છે
- ઠંડા દૂધની આંગળઈના ટેળવા ડે આંખો પર લગાવીને 2 મિનિટ બાદ ઠંડા પાણીથી આંખો ઘોઈલો
આ સાથે જ કન્જક્ટિવાઈટિસને આપણે સામાન્ય ભાષામાં આંખ આવવી કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સૂજી જાય છે. તેને કારણે આંખ લાલ કે ગુલાબી રંગની થઈ જાય છે. કંજક્ટિવાઈટિસને કારણે આંખમાં સતત ખૂંચ્યા કરે છે, ખંજવાળ આવે છે અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખના ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કન્જક્ટિવાઈટિસ થાય છે. આ લક્ષણો દેખાઈ ત્યારે ખાસ આ ઉપચાર કરવા.
આંખ આવે ત્યારે આચલું કરવું મળશે રાહત
- મીઠામાં એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે. આથી આંખ આવી હોય તો મીઠાનું પાણી ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે.ગરમ પાણીના મીઠૂં નાખી તેનાથી આંખો સાફ કરી,દિવસ દરમિયાન 3 થી 4 વખત આંખો ઘોવી.
- મધ એન્ટિબેક્ટેરિયલ તરીકે અને એન્ટિબાયોટિક તરીકે વપરાય છે. બે કપ પાણીમાં ત્રણ મોટી ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ઉકાળો અને એકદમ ઠંડુ થવા દો. ત્યાર પછી આ મિશ્રણથી તમારી આંખો સાફ કરો.
- દૂધ પણ આંખને ઠંડક આપે છે. ઠંડા દૂધમાં થોડુ રૂ બોળીને તેને આંખના પોપચા પર મૂકી રાખો. આંખોમાં ચોક્કસ રાહત મળશે
- આ સાથે જ દૂધને નવસેકું ગરમ કરીને પણ આંખો ઘોશકો છો
- હૂંફાળા દૂધથી આંખ પણ ધોઈ શકો છો.