1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા
અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા

અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા

0
Social Share

અમદાવાદઃ શહેરના ઘણાબધા રસ્તાઓ અને બ્રિજ પર વાહનચાલકો બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ચારરસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે કેટલાક વાહનચાલકો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં વાહનો ઊભા રાખી દેતા હોય છે. એટલે સામે આવતા વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનો માટે જોગાડ કરી દીધો છે. હાલ શહેરના ચાણક્યપુરી બ્રિજ પર એવા બમ્પ મુકવામાં આવ્યા છે. કે જો રોંગ સાઈડમાં આવતા વાહનો બમ્પ કૂદાવશે કે તરતજ તેના વાહનને પંકચર પડી જશે. આ પ્રયોગ સફળ થશે તો શહેરમાં જ્યાં વધુ રોગં સાઈડમાં વાહનો ચલાવાતા હોય  ત્યાં આવા બમ્પ મુકવામાં આવશે. જ્યાં વન વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી વાહનચાલકોને નુકસાન થશે અને તેઓ રોંગ સાઈડમાં જશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં આવેલા રોંગ સાઈડથી આવતા વાહનચાલકોને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નવો અભિગમ અપનાવીને વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) લગાવવાની શરૂઆત કરી છે. જેમાં પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર વન વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમ્પ ( ટાયર કિલર બમ્પ) લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા આવા બમ્પ લગાવી અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શહેરના ચાણક્યપુરી બ્રિજ ઉતરી અને મોટાભાગના લોકો વાહન વાળી અને નીચેની તરફના રોડ ઉપર જતા હોય છે. જેથી બ્રિજના છેડે જ સર્વિસ રોડ ઉપર આ બમ્પ લગાવવામાં આવ્યા છે. હવે જો કોઈપણ વાહન ચાલક રોગ સાઈડમાં સર્વિસ રોડ પર થઈને બ્રિજ પર વાહન લઈ જશે, તો તે વાહનચાલકના વાહનના ટાયરમાં પંચર પડશે અથવા વાહનના ટાય૨માં કટ વાગશે. એટલે કે વાહનના ટાયરને નુકસાન થશે.

ટ્રાફિક ઇજનેર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિકના યોગ્ય પરિવહન માટે શહેરમાં આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આ પ્રકારે વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ જમ્પ ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરવાની સધન અને અસરકારક કામગીરી હાથ ધરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાઈ રહે તે કેવુસર રોડ માર્કિંગ, રોડ સાઇનેસ, વગેરે કામગીરી કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code