
જો તમે એલ્યુમિનિયમ ફોઈલમાં ખોરાક રાખો છો તો હવે ચેતી જજો, તો થઈ શકે છે નુકશાન
- એલ્યુમિનિયમ ફોઈલમાં ખાવાનું રાખવું હાનિકારક
- શરીરમાં આવી શકે છે અનેક બીમારીઓ
આજકાલની જે ફાસ્ટ લાઈફ છે તેમાં સો કોઈને જલ્દી જલ્દી કામ પતાવવું છે જેમાં રપસોઈ પણ જલ્દી કરીને તેને ગરમ રહે તેવા ઉપાયો કરવા છે આ માટે ખાસ કરીને દરેક લોકો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હોય છે તો ઘણા લોકો ગરમ કેશરોલનો પણ ઉપયોગ કરે છે જો કે આ તમામ વસ્તુઓમાં ખાદ્ય ખોરાક રાખવો હાનિકારક સાબિત થઈ શકે છે, જોઈએ કઈ રીતે તે નુકશાન કરે છે.
જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ભોજન જે તે મટિરિયલના સંપર્કમાં આવે છે, જેમાં તેને પેક કરવામાં આવે છે તો તે મટીરીયલની ક્વોલિટી ભોજનમાં આવવા લાગે છે. ખાસ કરીને આપણે જ્યારે ગરમ ભોજન પેક કરીએ છીએ ત્યારે તે વધારે અસર કરે છે.છેવટે તેમાંથી અજીબ સ્વાદ પણ આવે છે.
જો આપણે ભોજનની ચીજો પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીએ છીએ તો તેનાં નુકશાન પહોંચાડનાર કેમિકલ ભોજનમાં મિક્સ થઈ જાય છે. પ્લાસ્ટિકમાંથી જીનો એસ્ટ્રોજન નામનું ખતરનાક રસાયણ સમાયેલું હોય છે, જેનાથી હોર્મોનલ ગરબડી ઉભી થાય છે. આ પ્રકારે નીકળતું રસાણ બાળકના વિકાસ માટે અવરોધક સાબિત થાય છે.
સામાન્ય રીતે આજે દરેક ઘરોમાં એલ્યુમિનિયમ ફોઈલ મળી આવે છે અને લોકો ખુબ જ તેનો ઉપયોગ પણ કરતા હોય છે. જોકે વિશેષજ્ઞો તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે. એલ્યુમિનિયમ ફોઈલથી ભોજનમાં એલ્યુમિનિયમ આવી જાય છે, જે શરીરમાં પહોંચીને ઝીંકને રિપ્લેસ કરવા લાગે છે. વળી ઇન્સ્યુલિન ફંકશન માટે ઝીંક ખુબ જ જરૂરી હોય છે.હાઈ એલ્યુમિનિયમ ઇનટેક અલ્ઝાઇમરનું કારણ બને છે
આ સાથે જ રોજે રોજ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાથી બ્રેઇન સેલ્સ રેટ પણ ઘટી જાય છે. એલ્યુમિનિયમ ફોઈલ પેપર વાળું ભોજન આપણા હાડકા પણ કમજોર બનવા તરફ દોરી જાય છે.
તો આટલા બધા નુકશાનને ધ્યાનમાં રાખીને હવે તમે વિચારી શકો છો કે તમારે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ભોજનના પેકિંગમાં કરવો જોઈએ કે નહીં. આજથી જ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક પેકેજિંગને પોતાના કિચનમાંથી દુર કરી દો.