1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ જેલમાં બંધ કેટલાક કેદીઓ ધો-10 અને 12ની પરીક્ષામાં રહ્યાં ઉપસ્થિત
ગુજરાતઃ જેલમાં બંધ કેટલાક કેદીઓ ધો-10 અને 12ની પરીક્ષામાં રહ્યાં ઉપસ્થિત

ગુજરાતઃ જેલમાં બંધ કેટલાક કેદીઓ ધો-10 અને 12ની પરીક્ષામાં રહ્યાં ઉપસ્થિત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેટલાક કેદીઓ પણ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેદીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બીજા દિવસે વડોદરા સેન્ટ્રલ જેલના ખાસ પરીક્ષા કેન્દ્રમાં બારમા ધોરણના ત્રણ કેદી પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.આજે ઇતિહાસનું પ્રશ્નપત્ર હતું.

મધ્યસ્થ બંદી ગૃહના કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, કુલ 5 કેદીઓ મંગળવારે પરીક્ષા આપવાના હતા. આ પૈકી એક કેદી જેલમુક્ત થઈ જવાને લીધે ઉપસ્થિત ન હતો જ્યારે બીજા એક કેદી ગેરહાજર રહ્યોં હતો. ત્રણમાં થી બે કેદીઓ સજાયાફતા હતા અને એક નડિયાદથી પરીક્ષા આપવા આવેલો કેદી કાચા કામના કેદી હતા. સોમવારે પ્રથમ દિવસે 9 કેદીઓ એ પરીક્ષા આપી હતી જેમાં સ્થાનિક 3 ઉપરાંત નડિયાદના 2 અને ભરૂચના 4 કેદી પરીક્ષાર્થીઓ હતા.જ્યારે 4 કેદીઓએ ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપી ન હતી. અન્ય જેલોના પરીક્ષાર્થી કેદીઓને વડોદરા જેલના પરીક્ષા કેન્દ્ર ખાતે નિર્ધારિત જાપ્તા હેઠળ લાવીને,પરીક્ષા ચાલતા સુધી અહીં જ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code