
શરીરમાં આ ચાર સંકેત જોવા મળે તો ચેતી જજો
આપણા દેશમાં લોકોની વિચારધારા એવી હોય છે કે નાની મોટી સમસ્યા શરીરમાં સર્જાય તો તેના પર ધ્યાન આપતા નથી. તેઓ આ વાતને ગણકારતા નથી અને આખરે તે નાની સમસ્યા મોટી તકલીફ બની જાય છે. આવામાં જો કોઈ વ્યક્તિના શરીરમાં આ પ્રકારની સમસ્યાઓ જણાતી હોય તો તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે તે પથરીની સમસ્યા હોઈ શકે છે.
જો પથ્થરી યુરેટર અને યુરિનરી બ્લેડરની વચ્ચે વાળા ભાગમાં પહોંચી જાય છે તો તેનાથી યુરીન પાસ થવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિને ડાયસુરિયા કહેવાય છે. તેમાં પણ દર્દીને ભયાનક દુખાવાનો સામનો કરવો પડી શકે છે.
જે લોકોને ડાયાબિટીસ અથવા જાડાપણુ થાય છે તેમાં કિડનીની પથરી થવું ખૂબ જ સામાન્ય છે. આ રોગ સિસ્ટિનુરિયા નામની આનુવાંશિક સ્થિતિના કારણે પણ થઈ શકે છે.
કિડની સ્ટોન ભયાનક દુખાવો ઉભો કરે છે. સામાન્ય રીતે આ દુખાવો ત્યારે થાય છે જ્યારે પથરી પેશાબની નળીમાં જતી રહે જેનાથી પેશાબ બગાર નિકળવામાં દુખાવો થવા લાગે છે અને કિડની પર દબાણ પડવા લાગે છે. કિડની સ્ટોનનો દુખાવો મોટાભાગે અચાનક શરૂ થાય છે પથરી જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે