
ચોમાસા માં ફરવા જવુ છે તો આટલી બાબતોનું ખાસ રાખજો ધ્યાન નહિ થવું પડશે હેરાન
- પહાડી વિસ્તારમાં ફરવા જતા વખતે કેશ પાસે રાખવા
- જો વધુ વરપસાદ હોય તો આગળ ન વધવું
- ભારે પ્રવાહમાં નદી નાળા પરથી કાર પસાર કરવાનું રિસ્ક ન લેવું
આપણાને ચોમાસામાં બહાર ફરવાનું ખૂબ ગમે છે,પરંતુ જ્યારે તમે ઘોઘ પાસે કે પહાડો પર જાવો ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે ઘણા કિસ્સાઓમાં તે જોખમી પણ હોય છે. જો આ વખતે તમારો પ્લાન હિલ સ્ટેશન પર જવાનો છે તો તમારે અગાઉથી થોડી તૈયારી અને સાવચેતી રાખવી પડશે. કારણ કે પહાડો પર વરસાદમાં પહાડી સ્લાઇડ થવાથી વાહન સ્લીડ થવાથી બીમાર પડવાનો ભય રહે છે. તો ચાલો જાણીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.
ઘરથી બહાર જતા વખતે રોકડ પૈસા પાસે રાખો
ડિજિટલ ઈન્ડિયાનો યુગ છે તે વાત સાચી છે, પણ દરેક જગ્યાએ એટીએમ કે ડિજિટલ પર જિપેન્ડ રહેવુંવપણ યોગ્ય નથી,પહાડો જેવા વિસ્તારોમાં ખાસ કેશ પાસે રાખવા જોઈએ મુસાફરી કરતી વખતે, ખાસ કરીને રોકડ તમારી સાથે રારાખો. કારણ કે ક્યારેક પર્વતો પર નેટવર્કની સમસ્યા હોય છે અને તમને દૂર દૂર સુધી રોકડ ઉપાડવા માટે એટીએમ પણ નહીં મળે. રોકડ સાથે, તમે તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો.
જો તમે કારમાં જતા હોવ તો આ બબાતોનું ધ્યાન રાખું
જો તમે તમારી કારના માધ્યમથી પહાડોની શેર કરવા જઈ રહ્યા છો, તો ધ્યાન રાખો કે કાર વધુ ઝડપે ન ચલાવો. આ સાથે જ જો તમારા માર્ગ પર જ રહો અને વરસાદ પડતો હોય ત્યારે વાહન ન ચલાવવાનો પ્રયાસ કરો.વરસાદની ઋતુમાં પહાડો પર રસ્તાઓ ઢાળ અને લપસી જવાનો ભય રહે છે. આ સાથે રસ્તાઓ પર લપસણો પણ વધે છે. આવી સ્થિતિમાં, ધીમી ગતિએ ચાલવું જરૂરી છે
તાવ-ખાસી શરદી જેવી સામાન્ય દવાઓ સાથે જ રાખો
જો તમે વરસાદની ઋતુમાં ફરવા જાવ છો તો બીમારીનો પણ ખતરો રહે છે. આવી સ્થિતિમાં, કેટલીક મહત્વપૂર્ણ દવાઓ તમારી સાથે રાખો. જેમ કે, શરદી, ઉલ્ટી, ઝાડા, તાવ, એલર્જી, પેઇન કિલર, એસિડિટી વગેરેને લગતી દવાઓ રાખો. તમારે ફર્સ્ટ એઇડ કીટમાં બેજ, કોટન, એન્ટિસેપ્ટિક ક્રીમ પણ રાખવી જોઈએ.
માઉન્ટેન સ્લાઈડનું ધ્યાન રાખો
પહાડો પર ચોમાસામાં સૌથી મોટો ખતરો સ્લાઈડનો છે. તેથી, તમારી મુસાફરી શરૂ કરતા પહેલા ચોક્કસ સ્થળના હવામાન રિપોર્ટ અને પર્વત સ્લાઇડ વિશે સાવચેત રહેવાનો પ્રયાસ કરો. જો આગળ ખતરો હોય તો જવાનું ટાળઈ દો ,કોઈ જોખમ ન લો અને નજીકમાં રહેતા લોકો પાસેથી માહિતી લેતા રહો કે કઈ જગ્યાઓ સ્લાઈડ્સ માટે વધુ જોખમી છે.