 
                                    જો વેઇટ લોસ કરવા માંગો છો તો તમારા આહારમાં કરો બદલાવ .આ વસ્તુઓ નું કરો સેવન
- સવારે નાસ્તામાં ઉપમાનો કરો સમાવેશે
- હેલ્થ રહેશે સારી અને વજન પણ નહી વધે
આજની આ ભાગદોડ વાળી લાઈફમાં સૌ કોઈને પોતાની હેલ્થની કાળજી લેવાની જરુર છે, ખાસ કરીને ઓફીસ વર્ક કરતા લોકોનું બેઠાળું જીવનના કારણે વેઈટ વધવાની સમસ્યાઓ વધી રહી છે આવી સ્થિતિમાં ખાણી પીણીમાં ખાસ ધ્યાન આપવું જોઈએ, જો તમારે પોતાના વજન પર નિયંત્રણ મેળવવું હોય તો સૌ પ્રથમ શરુઆત તમારી સવારથી જ થાય છે, જેમ કે નાસ્તાથી, તમારા નાસ્તાને હેલ્ધી અને ચરબી બર્ન થાય અવો અથવા તો ચરબી જામ ન થાવ તેલો બનાવો જેનાથી તમે હેલ્ધી રહી શકશો.
સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે કારણ કે તે રાત્રિભોજનના લગભગ 9 કલાક પછી લેવામાં આવે છે. જે શરીરને સ્ફૂર્તિ આપવાની સાથે શરીરને ઉર્જા પણ આપે છે.નાસ્તામાં સમાવેશ કરવામાં આવેલો ખોરાક તે આખા દિવસ દરમિયાન બનાવેલા ખોરાકની પસંદગી નક્કી કરે છે જેથી ઉપમા એક બેસ્ટ ઓપ્શન છે જે પેટ ભરવાની સાથે ચરબી બનવા દેતો નથી.ઘણીવાર લોકો જ્યારે વજન ઘટાડવા માંગે છે ત્યારે તેઓ તેમના સવારના નાસ્તામાં એવા ખોરાકનો સમાવેશ કરવા ઈચ્છે છે જેનાથી શરીરને હલકું લાગે અને વજન પણ નિયંત્રણમાં રહે.ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટે એવા જ કેટલાક સવારના નાસ્તાઓ જોઈશું.
ઉપમા – ઉપમા ફાઈબરથી ભરપૂર હોય છે અને વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે. ઉપમા સોજીમાંથી બનાવવામાં આવે છે જેમાં કુદરતી રીતે ચરબી ઓછી હોય છે અને તે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં સારી ચરબી હોય છે.
ઓટ્સ – કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર નાસ્તા માટે ઓટ્સ ખીચડી એક સારો વિકલ્પ છે. ઓટ્સ ખીચડી પેટની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે અને તે શરીરના વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ઓટ્સને હેલ્ધી નાસ્તા તરીકે દૂધમાં મિક્સ કરી શકાય છે. તેને આખી રાત દૂધમાં પલાળીને સવારના નાસ્તામાં તેનું સેવન કરી શકાય છે.
દહીં – ઘણા અભ્યાસ બતાવે છે કે જો આપણે સવારના નાસ્તામાં દહીં ખાઈએ તો તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. હકીકતમાં વજન ઘટાડવા માટે કેલ્શિયમ જેવા પોષક તત્વોને મહત્વ આપવામાં આવે છે અને આ પ્રકારનો ખોરાક શરીરના વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

